પ્રકૃતિની નજીક રહેવાથી અને બહાર સમય પસાર કરવાથી ટાઈપ-ટુ ડાયાબિટીસ, હૃદય સંબંધિત બીમારી, અકાળ મૃત્યુ અને સમય પહેલા પૂર્વ જન્મ અને લોકોમાં તણાવ ઓછો થઈ જાય છે.
આ અધ્યયનમાં 20 દેશના 29 કરોડ લોકોના આંકડાને સામેલ કરવામાં આવ્યા છે. અધ્યયનના અનુસાર, જ્યાં લોકો પ્રકૃતિની વધારે નજીક હોય છે, તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે.
બ્રિટન યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગલિયા કાઓમ્હે તોહિગ-બનેટએ જણાવ્યું કે પ્રકૃતિની નજીક સમય પસાર કરવાથી આપણા મનને શાંતિ મળે છે..
તેમજ સ્વસ્થ પણ સારું રહે છે પરંતુ અત્યારે લાંબા સમય સુધી સ્વસ્થ રહેવાના પ્રભાવ વિશે સારી રીતે સમજાવવામાં નથી આવ્યું.
તેમજ જુના મિત્રોને મળવાથી હળવાશ મળે છે અને મિત્રો સાથે જૂની વાતો કરવાથી કે હસી મજાક કરવાથી શરીરને એક નવી એનર્જી મળે છે,
અને ચારેય તરફ હરિયાળી હોય તેવી જગ્યા અથવા તેની નજીક રહેવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
તેનાથી ટાઈપ-ટુ મધુમેહ, હૃદય સંબંધિત બીમારી, અકાળ મૃત્યુ અને સમય પહેલા પૂર્વ જન્મ સહિત અન્ય જોખમ ઓછા થઈ જાય છે અને તેનાથી ઉંઘ પણ સારી આવે છે.