Monday, October 2, 2023
Home Ayurved શું તમને ખ્યાલ છે કે ફ્રીઝમાં ભૂલથી પણ આ વસ્તુઓ રાખવી ન...

શું તમને ખ્યાલ છે કે ફ્રીઝમાં ભૂલથી પણ આ વસ્તુઓ રાખવી ન જોઈએ.? વાંચો કઈ વસ્તુઓ.!!

અમુક લોકોને ફ્રિજમાં વસ્તુઓ રાખવી ખૂબ જ પસંદ હોય ,છે અને તે પોતાના ફ્રિજમાં દરેક વસ્તુઓને સાચવીને રાખી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તે નુકસાનકારક પણ હોઈ શકે, કેમકે ફ્રીજની અંદર ઘણીવસ્તુઓ એવી પણ હોય છે, કે જે તમારા પેટની અંદર રહેલી બીજી વસ્તુઓને બગાડતી હોય છે. અને આથીજ આવી વસ્તુઓને ક્યારેય પણ ફ્રિજમાં ન રાખવી જોઇએ. કેમ કે તમે એક વસ્તુને બચાવવા જવાની પાછળ બીજીબધી જ વસ્તુઓ બગડી જાય છે.

અમને ખબર છે કે સાંભળવામાં તમને આ થોડું અટપટું લાગશે. પરંતુ આ સત્ય હકીકત છે જો તમે પણ બજારમાંથી લાવેલ આ બધા જ શાકભાજી ફળ અને ફ્રુટ તમારા ફ્રિજમાં ભરી દેતા હોવ તો થઈ જાવ સાવધાન. કેમકે આ અમુક વસ્તુઓ તમારા ફ્રિજમાં રાખવાના કારણે તમારા ફ્રિજમાં રહેલી બીજી વસ્તુઓ પણ બગડી જશે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એ પાંચ વસ્તુઓ કે જે ભૂલથી પણ ફ્રિજમાં ન રાખવી જોઈએ.

કેળુ..

ફ્રીજમા કેળું રાખવુ નકામું છે આનાથી કેળુ જલ્દીથી કાળું પડી જાય છે કારણકે કેળાના દાંડલામાંથી થાયલીન નામનો ગેસ નીકળે છે. એટલે કેળાને ફ્રીઝમાં રાખવાથી તે તેની આસપાસની વસ્તુઓને પણ જલ્દીથી પકાવી દે છે.

 કાકડી..

કેળાની જેમ કાકડી પણ થયેલી ગેસ છોડે છે, એટલા માટે જ તેને ફ્રીઝથી દૂર રાખવી જોઈએ.

બટેટા..

ફ્રીજમાં બટેટાને ન રાખવા જોઈએ. જો બટેટાને ફ્રિઝમાં રાખવામાં આવે તો તેમાં રહેલો સ્ટાર્ચ જલ્દીથી શુગરમાં પરિવર્તિત થઈ જાય છે. આનાથી બટેટાનો સ્વાદ તો વયો જાય છે સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે.

લીંબુ..

ઘણા બધા હજુ લીંબુને ફ્રિજમાં રાખે છે પણ તમને ખબર છે ? આ સિટ્રિક એસિડ વાળા ફળ હોય છે લીંબુ, સંતરા, મોસંબી વગેરે ફ્રિજમાં ન રાખો તો વધારે સારું, આવા ફળોનો રસ તરત જ સુકાવા લાગે છે.

 ટમેટા..

ટમેટાને ફ્રીઝમાં રાખવાથી જલ્દીથી ગળી જાય છે. વૈજ્ઞાનિક રૂપથી ટમેટાને ફ્રીજમાં રાખવા નુકસાનકારક છે.

મધ..
મધને ક્યારેય પણ ફ્રીઝમાં ન રાખવું જોઇએ. મધ પહેલાથી જ પ્રિજર્વ રહે છે. તમે તેને સામાન્ય રીતે બરણીમાં બંધ કરીને વર્ષો સુધી રાખી શકો છો.

ડુંગળી..
ડુંગળીને ફ્રીઝમાં ન રાખવી જોઇએ કારણકે ફ્રીઝમાં ભેજના કારણે તે ઢીલી થઇ જાય છે.

લસણ..
લસણને ફ્રીઝમાં રાખવાથી તે જલદી અંકુરિત થવા લાગે છે અને ઢીલી થવાના કારણે તે ખરાબ થઇ જાય છે.

અથાણું..
અથાણામાં વિનેગર હોય છે. તેને ફ્રીઝમાં રાખવાથી તેની સાથે તે અન્ય વસ્તુઓને પણ ખરાબ કરી દે છે.

આ સિવાય બીજી ઘણી બધી વસ્તુ છે જેને તમે ફ્રીજમાં મૂકી શકતા નથી અને જો તમેં તેને મુકો છો તો તેનું કેમિકલ રીયેકસન સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments