રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં દુર્લભ ગોલ્ડ પ્લેટેડ ચશ્માંની બ્રિટનમાં હરાજી થઈ છે…
અમેરિકાની એક વ્યક્તિએ આ ચશ્માં 2.55 કરોડ રૂપિયાની જંગી કિંમતે ખરીદ્યાં છે.
આ ચશ્માં જેણે વેચવા કાઢેલાં તે વ્યક્તિના કાકાને ખુદ ગાંધીજીએ આ ચશ્માં ઈ.સ. 1910થી 1930ના અરસામાં દક્ષિણ આફ્રિકામાં ભેટમાં આપેલાં. બ્રિટનની ‘ઈસ્ટ બ્રિસ્ટલ ઓક્શન્સ’ નામની હરાજી કંપનીએ આ ચશ્માંની ઓનલાઈન હરાજી કરી હતી.
ચશ્માં ખરીદનારી વ્યક્તિ અમેરિકામાં સંગ્રાહક છે. રસપ્રદ વાત એ છે કે હરાજી કંપનીને આ ચશ્માંનાં 14 લાખ રૂપિયા ઊપજવાની આશા હતી,
તેની સામે ઓનલાઈન હરાજીમાં તેની કિંમત અઢી કરોડ રૂપિયાને વટાવી ગઈ.