Monday, March 27, 2023
Home Ajab Gajab દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશની નોટમાં કેમ છપાયેલી છે ગણપતિની તસવીર?

દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશની નોટમાં કેમ છપાયેલી છે ગણપતિની તસવીર?

દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશની નોટમાં કેમ છપાયેલી છે ગણપતિની તસવીર? જાણો રહસ્ય…

દેશની સાદગી સાથે ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે.

ગણેશની પ્રતિમા સ્થાપિત કરી ઉત્સવની 10 દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે.

માત્ર ભારત જ નહીં, પરંતુ ઘણા દેશોમાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક એવી વાત કહેવા જઈ રહ્યા છીએ,


જે બહુ ઓછા લોકો જાણે છે. વિશ્વનો એક મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે જ્યાં ગણેશજીની તસવીર નોટ પર છપાયેલી છે. ચાલો તેના વિશે જાણીએ.


સૌથી મોટા મુસ્લિમ દેશની નોટમાં છપાયેલી છે તસવીર ઇન્ડોનશિયાની કરન્સીને રૂપિયાહ કહેવામાં આવે થછે. અહીં 20 હજારની નોટ પર ભગવાન ગણેશની તસવીર છે.

ખરેખર, આ મુસ્લિમ દેશમાં ભગવાન ગણેશને શિક્ષણ, કળા અને વિજ્ઞાનના દેવ માનવામાં આવે છે. વિશેષ બાબત એ છે કે ઇન્ડોનેશિયામાં લગભગ 87.5 ટકા વસ્તી ઇસ્લામ ધર્મમાં માને છે અને માત્ર ત્રણ ટકા હિંદુ આબાદી છે.

ઇન્ડોનેશિયાની આ 20 હજારની નોટ પર આગળના ભાગમાં ભગવાન ગણેશની તસવીર છે,

જ્યારે પાછલા ભાગમાં વર્ગખંડનો ફોટો છપાયેલો છે. જેમાં વિદ્યાર્થી અને શિક્ષકની તસવીરો છે.


ખરેખર, થોડા વર્ષો પહેલા ઇન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પછી, 20 હજારની નવી નોટ બહાર પાડવામાં આવી,

જેના પર ભગવાન ગણેશની તસવીર છપાઈ હતી. તેને છાપવા પાછળના આર્થિક ચિંતકોનું માનવું હતું કે આનાથી અર્થવ્યવસ્થા ફરીથી મજબૂત બનશે અને આવું જ કંઈક પછીથી જોવા મળ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments