ભારતનો એક અનોખો કુંડ જ્યાં માત્ર તાળી વગાડવાથી નીકળે છે ગરમ પાણી, જાણો દુલાહી કુંડનું રહસ્ય..
કુદરત દ્વારા અમુક એવા રહસ્યો બનાવવામાં આવ્યા છે, કે જે માણસના વિચારથી પરે છે, અને તે માણસને પણ વિચારવા માટે મજબૂર કરી દેતા હોય છે. આજ સુધી કુદરતનાં રહસ્યોને હજી સુધી કોઈ પણ માણસ સમજી શક્યું નથી અને એવું જ એક રહસ્ય જોડાયેલું છે.
ભારત દેશની અંદર આવેલા એક ધાર્મિક સ્થળ ની અંદર જે ચમત્કારોનો ભરમાર છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભારત દેશની અંદર આવેલા એક મંદિર વિશે કે જ્યાં આવેલા કુંડની અંદર માત્ર તાળી વગાડતા જ ગરમ પાણી નીકળે છે.
આ મંદિર ઝારખંડની અંદર આવેલા બોકારો જીલ્લાની અંદર આવેલું છે, જે બોકારોથી ૨૭ કિમી દોર જગુસારમાં સ્થિત છે કુંડને નજીક દલાઈ ગોસાઈ નું સ્થાન પણ છે. ઇસ ૧૯૮૪થી અહી મકર સંક્રાતિના દિવસે ત્યાં મેલો ભરાય છે, અને ત્યાં એક એવો અનોખો કુંડ આવેલો છે, કે જે ની ખાસિયત દરેક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.
મંદિરની અંદર આવેલા આ કુંડનું નામ દુલાહી કુંડ છે, અને આ કુંડ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. પરંતુ આ વાતની અંદર પૂરેપૂરી શક્યતા છે કે આ અનોખા કુંડની અંદર નાહવા માટે લોકો દૂર દૂરથી આવે છે. લોકોની અંદર એવી માન્યતા છે કે આ કુંડની અંદર સ્નાન કરવાથી દરેક લોકોની પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ કુંડ ની ખાસિયત એ છે કે જે કોઈ પણ વ્યક્તિ આ કુંડની અંદર તાળીઓ વગાડે છે કે તરત જ આપણી અંદરથી ગરમ પાણી નીકળે છે, અને વ્યક્તિ તેની અંદર સ્નાન કરી શકે છે, અને ત્યારબાદ આ વધારાનું ગરમ પાણી એક નાલા દ્વારા એક નદીની વળીને આગળ જતું જાય છે, અને જ્યારે અનેક વૈજ્ઞાનિકો દ્વારા આ પાછળ સંશોધન કરવામાં આવ્યું તેમ છતાં પણ આવા થવા પાછળનું કારણ હજુ સુધી કોઇ જાણી શક્યું નથી.
પરંતુ જ્યારે આ પાણીની જાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો કોઈ પણ વ્યક્તિ આ કુંડની અંદર થી નીકળતા ગરમ પાણીની અંદર સ્નાન કરે તો તેને ચામડીને લગતા બધા જ રોગો દૂર થઈ જાય છે..