16 સંસ્કારોમાં ગર્ભાધાનને પ્રથમ સંસ્કાર માનવામાં આવે છે, દંપતી શ્રેષ્ઠ આત્માને ગર્ભમાં આમંત્રિત કરી શકે છે..
ગર્ભાવસ્થા દરમ્યાન ધ્યાન, મંત્ર,પ્રાર્થના,ગર્ભસંવાદ, શોર્ય કથાઓ, મધુર સંગીત.યોગ. આસન,સુક્ષમ વ્યાયામ,વસ્ત્રો, આભૂષણો,આહાર,વિહાર વિગેરેના અભ્યાસ દ્વારા ઉત્તમ શ્રેષ્ઠ તેજસ્વી બાળકની પ્રાપ્તિ થઇ શકે છે..
બાળકનું ઘડતર ક્યારથી??
બાળક ગર્ભમાં નિર્માણ પામે ત્યારથી બાળકને જે સંસ્કાર જ્ઞાન આપવાનું શરૂ કરવું જોઈએ..
એટલે જ ગર્ભ સંસ્કાર દ્વારા માતા જે ઘારી શકે તે કરી શકે કાશીના રાજા ઋતુધ્વજના પત્ની રાની મદાલસા બહુ જ ધાર્મિક હતા,
બાળકના જન્મ પહેલાં તેઓ આવનાર સંતાનના ગુણ સ્વભાવ અને પ્રકૃતિ કેવા હશે તેની ઘોષણા કરી દેતા,
અને પછી તેજ પ્રકારના ગુણનું સતત ચિંતન કરતા અને તેવા યોગ્ય આહાર વિહાર કરતા તેમના 3 પુત્રો વિક્રાંત સૂબાહુ અને શત્રુ મર્દન જે ત્રણેય સન્યાસી બની ગયા..
રાજા ઋતુધ્વજ ચિંતિત થયાં તેમને રાની મદાલસા પાસે રાજ્ય કાર્યભાર સંભાળી શકે તેવા પુત્રની માંગણી કરી રાની મદાલસાએ ગર્ભાધાન વખતે રાજા ના ગુણ સ્વભાવ અને પ્રકૃતિનું ચિંતન કરી તેવા પુત્ર અલર્કને જન્મ આપ્યો..
જેણે પિતાનો વારસો જાળવી રાખ્યો આપ્રસંગ માતૃશક્તિ અને ગર્ભ સંસ્કારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
માં જે ધારે તે કરી શકે. ચાલો ગર્ભ સંસ્કાર દ્વારા આવનાર બાળકોને ઉત્તમ તેજસ્વી બનાવીએ. શ્રેષ્ઠ બાળક શ્રેષ્ઠ ભારત. જય સિયારામ..
- વૈદ્ય માધવી પટેલ..