Tuesday, October 3, 2023
Home Ayurved અમદાવાદમાં આયુર્વેદના નિષ્ણાતો સફળ થયા - ગૌમૂત્ર અર્ક આપતા દર્દીઓની ભૂખ ઉઘડી,...

અમદાવાદમાં આયુર્વેદના નિષ્ણાતો સફળ થયા – ગૌમૂત્ર અર્ક આપતા દર્દીઓની ભૂખ ઉઘડી, કોરોનાના ચેપથી દર્દીના સ્નાયુઓ તૂટતા થતી પીડામાં રાહત થવા લાગી..

અમદાવાદમાં આયુર્વેદના નિષ્ણાતો સફળ થયા – ગૌમૂત્ર અર્ક આપતા દર્દીઓની ભૂખ ઉઘડી, કોરોનાના ચેપથી દર્દીના સ્નાયુઓ તૂટતા થતી પીડામાં રાહત થવા લાગી..

અમદાવાદ, તા. 28 મે 2020, ગુરૂવાર, ગુજરાતમાં રાજકોટ ખાતેની આયુર્વેદિક સંસ્થા પંચ ગવ્ય ઘૃતનો ઉપયોગ કરીને કોરોનાના દર્દીઓને સાજા કરવા માટે સક્રિય બની છે ત્યારે કોરોના વાઈરસનો ચેપનો શિકાર બનેલા દર્દીઓ પંચગવ્ય અને ગૌમૂત્ર અર્કની સારવાર લઈના સાજા થવા માંડયા હોવાનો કિસ્સો અમદાવાદની એસજીવીપી હોસ્પિટલમાં નોંધાયો છે. આ સાથે જ આયુર્વેદની સારવારથી વધુ દર્દીઓ સાજા થવાની આશા બળવાન બની છે.

પંચગવ્ય ઘૃત અને ગૌમૂત્ર અર્ક આપીને તેમની સારવાર કરવામાં આવી રહી છે. એસજીવીપીમાં આજની તારીખે 23થી વધુ કોરોનાના દર્દીઓ આયુર્વેદ અને એલોપથીના કોમ્બિનેશન વાળી દવાઓથી સારવાર મેળવી રહ્યા છે. તેમાંથી જે દર્દીઓના સ્વજનો માત્ર આયુર્વેદની સારવાર લેવા તૈયાર થાય તેમને માત્ર આયુર્વેદિક દવાઓ આપીને સાજા કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

સામાજિક કલંકને કારણે કોરનાનો શિકાર બનેલી માતાનું નામ જાહેર ન કરવા ઇચ્છતા યુવાને ગૌમૂત્ર અર્ક, પંચ ગવ્ય અને આયુર્વિદેક ઔષધીની સારવાર લેનાર પોતાની માતા અંગે વાત કરતાં જણાવ્યું હતંક કે તેમને કોરોનાનો ચેપ લાગ્યા પછી તેમની ભૂખ મરી ગઈ હતી, તેમ જ તેમના સ્નાયુઓ ભયંકર તૂટી રહ્યા હતા. તેમને ગૌમૂત્ર ને પંચ ગવ્ય આપવામાં આવતા તેમની ભૂખ ઉઘડી છે અને તમના સ્નાયુઓનો દુઃખાવો ખાસ્સો ઓછો થઈ ગયો છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા 40 વર્ષની વ્યક્તિને પંચગવ્ય ઘૃતની સારવાર આપવામાં આવતા કોરોનાની બીમારીમાંથી સાજો થઈને ઘરે પરત ફર્યા છે. આ બે કિસ્સામાં પોઝિટિવ રિઝલ્ટ મળ્યા હોવાથી હોસ્પિટલના આયુર્વેદ વિભાગના વૈદ્યો અને કર્મચારીઓનો ઉત્સાહ વધી રહ્યો છે.

અમદાવાદની એસજીવીપી હોસ્પિટલના આયુર્વેદ વિભાગના વૈદ્ય પ્રવીણ હીરપરાનું કહેવું છે કે ગૌમૂત્ર વિષઘ્ન (વિષાણુને દૂર કરનારું) અને ગાયનું ઘી રક્ષોઘ્ન (વિષાણુને ખતમ કરવાની સક્ષમ) છે. પંચ ગવ્યમાં ગાયનું ઘી, દૂધ, દૂધમાંથી બનેલું દહીં, મૂત્ર અને છાણનો રસના મિશ્રણથી આયુર્વેદિક પદ્ધતિથી બનાવવામાં આવે છે. આ તમામ તત્વો વિષાણુ નાશક હોવાનું સૈકાઓ પહેલા લખાયેલા આયુર્વેદના ગ્રંથોમાં જણાવવામાં આવેલું છે. ગાયના ઘીનો દીવો પણ હવામાંના વાઈરસનો નાશ કરવાને સક્ષમ છે.

તેમનું કહેવું છે કે કોરોના એક વિષાણુ છે. જ્યારે ગૌમૂત્ર વિષઘ્ન એટલ કે વિષાણુનો નાશ કરનારું છે. કોઈપણ પ્રકારના વિષને નિષ્ક્રિય કરવાની ક્ષમતા તેનામાં છે. ઝેર કોચલા, વચ્છનાગ કે ભીલામો જેવી આયુર્વેદિક ઔષધી સીધી લેવામાં આવે તો વ્યક્તિ નિશ્ચિત મૃત્યુ પામી શકે છે. પરંતુ તેના ગૌમૂત્રમાં પ્રોસેસ કરીને આપવામં આવે તો તે સારવારને યોગ્ય બને છે. આ જ કામ કોરોનાના વિષાણુને નાશ કરવામાં ગૌમૂત્ર અને પંચગવ્ય કરે છે.

તેમનું કહેવું છે કે કોરોનાના વાઈરસ શ્વસનતંત્ર પર આક્રમણ કરીને તેના પર કફનું આવરણ રચી દઈને શ્વાસ લેવાની વ્યક્તિની ક્ષમતાને ખતમ કરે છે. પરંતુ ગૌમૂત્ર આ આવરણને તોડી નાખીને ફેંફસામાંની ફુગ્ગીઓમાં થતી લોહીમાંની અશુદ્ધિ શોષીને લોહીમાં ઓક્સિજન પહોંચાડવાની પ્રક્રિયાને નોર્મલ કરે છે. ગૌમૂત્રમાંનો ઉષ્મ અને તીક્ષણ ગુણ ગંઠાયેલી વસ્તુને તોડવાની કામગીરી કરી દર્દીને રાહત આપે છે. ગૌમૂત્રનો બીજો ગુણ બલ્ય છે.

બલ્ય એટલે બળ વધારવાનું કામ કરે છે. ગૌમૂત્ર અને પંચગવ્ય દર્દીની રોગપ્રતિકારક શક્તિને બળ આપવાનું એટલે કે વધુ સમર્થ બનાવવાની કામગીરી કરે છે. જોકે ભારે પિત્ત પ્રકૃતિ ધરાવનારા કે ગરમ ઔષધીઓ લેનારાઓએ ગૌમૂત્ર લેવાથી દૂર રહેવું જોઈએ. આયુર્વેદના નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તેમણે ગૌમૂત્ર લેવું જોઈએ.

ગાયના ઘીના બે ટીપાં નાકમાં નાખીને ઘરની બહાર નીકળો…
કોરનાના વાઈરસના ચેપથી બચવા માટે ગાયના ઘીને બે ટીપાં નાકમાં નાખીને નીકળનારી વ્યક્તિને કોરોના વાઈરસના ચેપ સામે રક્ષણ મળી શકે છે. ગાયના ઘીનો દીવો કરવાથી ઊઠતી ધુમાડીની સેર પણ એરસેનિટાઈઝરનું કામ કરે છે. આ ધુમાડો ફેંફસામાં જઈને રક્તને શુદ્ધ કરીન ઓક્સિજન પૂરો પાડવાની કામગીરી કરતી અલ્બિઓલી-ફુગ્ગીઓની કામગીરી તેજ કરે છે. તેથી કોરોનાના ચેપને અટકાવવાનો આ એક મજબૂત ઇલાજ ગઈ શકાય તેમ છે. માસ્ક જેવું કામ ઘીના બે ટીપાં આપી શકે છે. કેટલાક ડૉક્ટરો પણ ગાયનું ઘી નાકમાં લગાડીને જ કોરોનાના દર્દીઓને ચેક કરવા જવાનું પસંદ કરે છે. Source : WHATSAPP MSG

RELATED ARTICLES

Most Popular

Recent Comments