Thursday, March 23, 2023
Home Knowledge અત્યારે બધી સ્ત્રીઓ ઘરે કઈંક નવીન કરતા હોય છે, પણ અહીં અમુક...

અત્યારે બધી સ્ત્રીઓ ઘરે કઈંક નવીન કરતા હોય છે, પણ અહીં અમુક સામગ્રી એવી બનાવી છે, જે બગડશે નહીં, અને કામ હોય ત્યારે સમય ન બગડે.

અત્યારે લોકડાઉન છે તો બધા કાઇક નવીન કરતા હોય છે… કોઈ બટાકા વેફર તો કોઈ બીજું કાંઈ.. મે પણ અહીં અમુક સામગ્રી તૈયાર કરી છે જે બગડશે નહીં અને કામ હોય ત્યારે સમય ન બગડે…

1. વરીયાળી પાઉડર કર્યો છે ઉનાળામાં વરીયાળી શરબત કરવા માટે તે સમયે વરીયાળી પાઉડર બનાવવો નહીં પડે…

2. ઘણી રસોઈ બનાવતી વખતે શેકેલુ જીરું પાઉડર જરૂર પડે છે ત્યારે શેકી ને ઠંડું કરવાની જગ્યાએ અત્યારે સમય છે તો મે પાઉડર તૈયાર કરી લીધો છે.

3. ફુદીના અત્યારે સરસ મળે છે તો એને સુકવી પાઉડર કર્યો છે જે ચા મા અથવા ફુદીના રાઇસ કે પાણી પુરી ના પાણીમાં ઉમેરી શકાય છે.

4. મીઠા લીમડાનો પાઉડર પણ તૈયાર કર્યો છે.. જો કયારેક લીમડાના પાન ન હોય તો આ પાઉડર ઉમેરી શકાય છે… સુકા પાન પણ સ્ટોર કરી શકાય છે…

5. અત્યારે કેરી અને લસણ બંને સરસ આવે છે તો મારી પાસે આચાર મસાલો હતો જેમાં મે બંને ઇન્સ્ટંટ અથાણાં તૈયાર કરી લીધા છે…જે અત્યારે ઉપયોગ મા લઇ શકો છો.

6. એલચીનો પાઉડર બજારમાં તૈયાર મળે છે એવો જ ધરે તૈયાર કરી શકાય.. કોઈ પણ સ્વીટ વાનગી અથવા ચા મા પણ આ પાઉડર ઉમેરી શકાય છે..

7. લીલા મરચાં ની સુકવણી કરી છે જે તળી ને ઉપયોગ મા લઇ શકો છો..

8. અત્યારે દ્રાક્ષ ખુબ જ સરસ આવે છે તો મે દ્રાક્ષ માથી કીસમીસ બનાવી છે Naina Bhojak ji ની સલાહ લઇ ને બનાવી છે મે પહેલી વાર બનાવી પણ સરસ બની છે.

નોંધ- આ બઘી સામગ્રી એરટાઇટ ડબ્બા મા સ્ટોર કરવાથી સરસ રહે છે એમની ઓરીજનલ ફ્લેવર જળવાઈ રહે છે…

તમે બધા પણ કાંઇક નવું કરતા હશો… તો તમે પણ જણાવશો કે અત્યારે એવો સમય નો શું સદઉપયોગ કરી શકાય જે પછી પણ આપણને કામ આવે અને બગડે પણ નહીં…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments