મિત્રો, તમે દરેક લોકોએ ઈન્ટરનેટ અથવા પંડિતજી દ્વારા ઘણા પ્રકારના ઉપાયો વિશે જાણ્યું હશે. આ ઉપાયો નો ઉપયોગ આપણે આપણી જિંદગી મચલી રહેલી સમસ્યાઓ થી છુટકારો મેળવવા માટે કરીએ છીએ. એવામાં આજે અમે તમને ઘોડાની નાળ ના અમુક કામ ના ઉપાય બતાવવા જઈ રહ્યા છે.
ઘોડાની નાળ એક એવી વસ્તુ છે જેને ઘણી જગ્યા પર લગાવી શકાય છે. એવું કહેવામાં આવે છે કે આ જે સ્થાન પર હોય છે ત્યાં શનિદેવ ની કૃપા દ્રષ્ટિ વરસવા લાગે છે. એટલું જ નહિ ઘોડાની નાળ નેગેટીવ એનર્જી ને દૂર કરે છે અને સાથે જ ખરાબ શક્તિઓ ને પણ તમારાથી દૂર રાખે છે.
જો તમે ઘોડાની નાળ ને લઈને જ કન્ફયુઝન છે તો ચાલો એના વિશે અમે તમને જાણકારી આપી દઈએ. ઘોડાની નાળ એક U શેપ ની અને લોઢાની વસ્તુ હોય છે. એને ઘોડાના પગમાં લગાવવામાં આવે છે, જેથી એને જમીન પર ચાલવામાં કોઈ સમસ્યા ન થાય. આ નાળ ની અંદર ઘણા છેદ હોય છે, જેમાં ખીલ્લા લગાવીને ઘોડા ના પગ સાથે જોડી દેવામાં આવે છે.
શું છે આ નાળનું શનિદેવ સાથે કનેક્શન? :
જેમ કે અમે તમને જણાવ્યું કે ઘોડા ની નાળ શનિદેવ ની પ્રિય હોય છે, પરંતુ શું તમે જાણો છો કે એવું શા માટે હોય છે? શનિદેવ નો પ્રિય રંગ કાળો છે અને એમની ફેવરીટ ધાતુ લોખંડ છે.
આ બંને ખૂબીઓ ઘોડા ની નાળ માં હોય છે. એટલા માટે તમારે આ ઉપાયોને કરવા માટે કાળા ઘોડા ની નાળ નો જ ઉપયોગ કરવો જોઈએ. એનાથી તમને સારો ફાયદો મળશે
નાળનો ઉપયોગ તમે તમારા જીવનમાં ઘણી વસ્તુનો લાભ ઉઠાવવા માટે કરી શકો છો. ધારો કે જો તમે એક વેપારી અથવા બીજ્નેસમેન છો અને તમારો ધંધો વધારવા માંગતા હોય તો ઘોડા ની નાળ ને દુકાન અથવા ઓફીસ માં લગાવી દેવી. એનાથી તમને લાભ થશે.
જો તમે તમારા ઘરમાં ધન ની વૃદ્ધિ કરવા માંગતા હોય તો ઘોડા ની નાળ ને એક કાળા રંગ ના કપડા માં બાંધી ને તિજોરી માં રાખી દેવી. એનાથી તમારા ઘરે ધન ની આવક વધવા લાગશે.
ઘોડા ની નાળ ને ઘર માં રાખવા નો એક બીજો ફાયદો પણ છે કે એનાથી ખરાબ શક્તિઓ દૂર ભાગી જાય છે. સાથે જ કોઈ બીજા ના જાદુ ટોને ની અસર પણ નથી થતી.
એટલું જ નહિ જો તમે ઘોડા ની નાળ ને એક કાળા કપડા માં લપેટીને ઘર ના અનાજ કક્ષ અથવા કોઠી માં રાખી દેશો તો એનાથી તમારા ઘરે અનાજ ની ક્યારેય પણ કોઈ પ્રકારની અછત નહિ આવે. આ પ્રકારે તે ઘર ની બરકત બનાવી રાખવા માં પણ ખુબ જ કામ આવે છે.