તા.5 ફેબ્રુઆરીના રોજ 15મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં દેશના 13 રાજ્યોના અંદાજે 600 થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો.

જેમા માત્ર 56 મિનિટ 57 સેકન્ડ જેવા ટૂંકા સમયગાળામાં ગિરનાર અંબાજી સુધીના 5500 જેટલા પગથિયાં ચડી-ઉતરીને ગિરનાર લાલા પરમાર સ્પર્ધાના વિજેતા બન્યા હતા, જેને જણાવ્યું હતું કે,

મિત્રોની શુભેચ્છાઓથી જીતનો આનંદ વધે છે! નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેવા આવતા જુદાજુદા રાજ્યના સ્પર્ધકો સાથે મિત્રતા કેળવાય છે,

જેથી ત્યાંની રમતો વિશે પણ જાણવા મળે છે. ભવિષ્યમાં હું રમતગમત ક્ષેત્રે આગળ વધીને રાજ્ય અને દેશનું નામ રોશન કરવા ઇચ્છુ છું!