ગિરનાર રોપવે પ્રોજેક્ટ
ગિરનાર રોપવે પ્રોજેક્ટના લોકાર્પણની ઘડીઓ ગણાય રહી છે. આરોપવે પ્રોજેક્ટ 2,216.40 મીટરની લંબાઈ ધરાવે છે.
જે યાત્રિકોને 2800 ફૂટની ઊંચાઈએ આવેલા અંબાજી મંદિર સુધી માત્ર ગણતરીની મિનિટોમાં પહોંચાડી દેશે.
એશિયાના સૌથી લાંબા આ રોપ-વે પ્રોજેક્ટની આ ડીઝીટલ સફર જોઈને તમારું મન “વાહ…” બોલી જ ઉઠશે…
ગીરનાર રૉપ-વે પરથી માણો જૂનાગઢનો મનોરમ્ય નજારો..
જૂનાગઢના ગરવા ગીરનાર પર રૉપ-વે પ્રોજેક્ટ હવે અંતિમચરણમાં છે. ત્યારે રૉપ-વેનું સતત ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.
અંબાજીથી તળેટી સુધી રૉપ-વેના ટ્રાયલનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.
જેમાં આખા જૂનાગઢનો મનોરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. મહત્ત્વનુંછે કે, આગામી થોડા દિવસમાં સત્તાવાર રીતે રૉપ-વેને શરૂ કરવામાં આવશે.