Friday, December 1, 2023
Home Gujarat નહાવા માટે બાથરૂમમાં ગઇ અને ગીઝરને કારણે થયું સગીર વયની બાળકીનું મોત.....

નહાવા માટે બાથરૂમમાં ગઇ અને ગીઝરને કારણે થયું સગીર વયની બાળકીનું મોત.. અમિતા બચ્ચન પણ એક સમયે બચી ગયા હતા.

નહાવા માટે બાથરૂમમાં ગઇ અને ગીઝરને કારણે થયું સગીર વયની બાળકીનું મોત.. મુંબઈમાં છોકરીની મૃત્યુ પછી ફરી ચર્ચા શરૂ..અમિતા બચ્ચન પણ બચી ગયા હતા આ ઘટનાથી એમને પણ અનુભવી હતી.

મુંબઇના બોરીવલી વિસ્તારમાંથી એક સનસનાટી ભરી ઘટના સામે આવી છે. અહીં ગેસ ગીઝરના કારણે એક સગીર વયની બાળકીનું મોત થઇ ગયું હતું. હકીકતમાં એ છોકરી નહાવા માટે બાથરૂમમાં ગઇ હતી તે,

દરમિયાન ગીઝરમાંથી નીકળેલા કાર્બન મોનોક્સાઇડ ગેસનું લીકેજ થવાના કારણે બાથરૂમમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું, જેના કારણે 15 વર્ષીય સગીર બાળકીનું મૃત્યુ થઇ ગયુ હતું. આ દુઃખદ ઘટના મુંબઇના બોરીવલી વિસ્તારની છે.

રિપોર્ટ મુજબ ગીઝરમાંથી ઝેરી કાર્બન મોનોક્સાઇડના લીકેજ થવાના કારણે બાથરૂમમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું. તે કારણે આ ઘટના બની હતી. આ ઘટનામાં ધ્રૂવિ ગોહિલનું મોત થયું હતું.

ધ્રૂવિની સારવાર કરનાર ડૉકટર વિવેક ચોરસીયાએ જણાવ્યું હતું કે, ધ્રૂવિનું મૃત્યુ કાર્બન મોનોક્સાઇડના કારણે થયું છે તેઓના કહેવા અનુસાર જ્યારે ધ્રુવીના સંબંધીઓએ જોયુ કે ધ્રૂવિ નહાવા ગઇ તેનો ઘણો સમય થઇ ગયો ત્યારે તેમણે દરવાજો ખખડાવી જોયો.

કોઇ જવાબ ન મળતા દરવાજો તોડી નાખ્યો તો ધ્રૂવિ બેભાન અવસ્થામાં પડી હતી. ગરમ પાણીના કારણે હાથની ચામડી બળી ગઇ હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, બાથરૂમના ગીઝરમાંથી નીકળેલા કાર્બન મોનોકસાઇડના કારણે ધ્રૂવિ બેભાન થઇ ગઇ હતી. બાથરૂમમાં ઓક્સિજન ઓછું થઇ જવાના કારણે તેના મગજમાં અસર પહોંચી હતી તેથી તેનું મૃત્યુ થઇ ગયું હતું.

હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલી ધ્રૂવિને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી. સારવાર દરમિયાન ધ્રૂવિનું 10 જાન્યુઆરીએ મૃત્યુ થઇ ગયુ હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments