Thursday, November 30, 2023
Home Bhavnagar ગોહિલવંશની રાજધાનીઓ

ગોહિલવંશની રાજધાનીઓ

ગોહિલવંશની રાજધાનીઓ..

સેજકજીને રાણોજી, શાહજી અને સારંગજી એ ત્રણ દીકરા હતા, જેમાં પાટવી કુંવર રાણોજી સેજકજીનું અવસાન : થતાં, ઈ.સ. 1290 માં ગાદીએ બેઠા, તેણે રાણપુર જીતી લઈ ત્યાં પોતાના રાજધાનીની સ્થાપના કરી ..

સેજકજીના ત્રણ દીકરા પૈકી રાણોજીના વંશનાએ ભાવનગરમાં, શાહજીના વંશનાએ પાલીતાણામાં અને સારંગજીના વંશનાએ લાઠીમાં પોત-પોતાનાં અલગ રાજ્યો સ્થાપ્યાં.

આમ, સેજકજીના વંશજોમાં પણ ભાગ્યશાળી સૌથી મોટા દીકરા રાણોજીના વંશના છે, જેમાંથી ઈતિહાસ પ્રસિદ્ધ ભાવનગર રાજ્યનું ગોહિલ રાજકુળ ઊતરી આવ્યું છે.”

ઈ.સ. ૧૩૦૯માં રાણોજીના મૃત્યુ પછી ગાદીએ આવેલાં મોખડાજી, (ઈ.સ. | ૧૩૦૯ થી ૧૩૪૭)એ ઉમરાળા, ભીમડાદ, ખોખરા, ધોધા અને પીરમ બેટ જીતી લીધાં.

ઈ.સ. ૧૩૪૭માં દિલ્લી સલ્તનતના સુલતાન મુહમ્મદ તઘલક (ઈ. સ. ૧૩૨૫ થી ૧૩૫૧) સાથેના યુદ્ધમાં તે હાર્યા.

મોખડાજીના સમયમાં ગોહિલોની રાજધાની ઘોઘા અને પીરમબેટ એમ બે સ્થળોએ બદલવામાં આવી હતી.

મોખડાજીના અવસાન બાદ તેના પુત્ર ડુંગરજીએ ઈ. સ. ૧૩૪૭માં ધોધાને જ પોતાની રાજધાનીના સ્થળ તરીકે પસંદ કર્યું, જે છેક પંદરમી સદીના પ્રારંભ સુધી ગોહિલ વંશની રાજધાની તરીકે ટકી રહ્યું.

સારંગજીના સમય (ઈ. સ. ૧૪૨૦ થી ૧૪૪૫) દરમિયાન ગોહિલ ની રાજધાની ઉમરાળા ખાતે ફેરવવામાં આવી,

જે છેક સરતાનજી ઈ. સ. (૧૫૩૫ થી ૧૫૭૦)ના સમય સુધી ગોહિલ વંશની રાજધાનીનાં સ્થળ તરીકે ચાલુ રહી.

આ સારંગજીએ તેમના ફુવા ચાંપાનેરના પતાઈ (રાઓલે ગાદી) અપાવવા તેમને કરેલી મદદનો આભાર દર્શાવવા ‘રાઓલ’નો ખિતાબ ધારણ કર્યો હતો.

ઈ.સ. ૧૫૭૦માં સરતાનજીનું અવસાન થતાં, રાણોજીના વંશમાં બારમી પેઢીએ થયેલા વિસોજી (ઈ. સ. ૧૫૭૦ થી ૧૬૦૦) ઉમરાળાની ગાદીએ આવ્યા.

આ અરસામાં જ સિહોરના રણા અને જાની બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થતાં, વિસોજીએ જાની બ્રાહ્મણોના આમંત્રણથી સિહોર જીતી લીધું.”

આથી ઈ.સ. ૧૫૭૦ની આસપાસ ગોહિલવંશની સમાન રાજધાની સિહોર ખાતે ફેરવવામાં આવી. ઈ.સ. ૧૭૨૩માં ગોહિલવશની રાજધાની મેલાનો રસ ના તરીકે રહ્યું..

આમ ગોહિલવંશે પોતાની રાજધાની સિહોરથી ભાવનગર ખાતે ફેરવી એ પૂર્વે ભાવનગરના ગોહિલકુળનો ઈતિહાસ અને રાજ્યપ્રાપ્તી..

ગોહિલ રજપૂતોએ ઈ.સ. ૧૨૫૦ થી ૧૭૨૪ એટલે કે લગભગ ૪૭૫ વર્ષના ગાળા દરમિયાન અનુક્રમે સેજકજીએ સેજકપુર, રાણોજીએ રાણપુર, મોખડાજીએ ઘોઘા અને પીરમબેટ, સારંગજી રાઓલે ઉમરાળા અને વિસોજીએ સિહોર ખાતે ગોહિલવંશની રાજધાનીઓ સ્થાપી હતી.

સંદર્ભ – ભાવનગર રાજ્યનો ઇતિહાસ

RELATED ARTICLES

Most Popular

Recent Comments