માત્ર 11 દિવસમાં સોનું 10 ગ્રામે 4000 રૂપિયા થયું જાણો હજી ક્યાં સુધી નીચું જઈ શકે છે ?
એક્સપર્ટ્સનું માનવું છે કે હાલના સ્તરથી સોનાનો ભાવ વધુ ઘટી શકે છે. ટેકનીકલ ચાર્ટ ઉપર પણ સોનું હવે નબળું લાગી રહ્યું છે.
જોકે, આજે સોનાના ભાવ સ્થિર રહી શકે છે કે પછી સામાન્ય ફેરફારની અપેક્ષા છે.
ઓગસ્ટના બીજા કારોબારી સપ્તાહ (10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ)ની વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો.
10 ઓગસ્ટે સોનાનો હાજર ભાવ 56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો જે 17 ઓગસ્ટ સુધી આવતા-આવતા 2641 રૂપિયા ઘટીને 52874 રૂપિયા રહી ગયો.
રશિયા દ્વારા કોરોના વાયરસની વેક્સીનની જાહેરાત બાદ અને અમેરિકન ડૉલરમાં આવેલી મજબૂતીના કારણે સોનાના ભાવમાં આ સપ્તાહે ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા.
આ સપ્તાહ 20 ઓગસ્ટ સુધી સોનું 2100 રૂપિયા સુધી સસ્તું થઈ ચૂક્યું છે.