પહેલીવાર દેખાયો દુર્લભ ગોલ્ડન રંગનો કાચબો, લોકોના મતે ભગવાન વિષ્ણુનો અવતાર
નેપાળમાં પહેલીવાર એક ગોલ્ડન રંગના કાચબાની શોધ થઇ છે. ડેલી મેલની રિપોર્ટ અનુસાર, કાચબાને હવે ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવી રહ્યો છે.
ગોલ્ડન રંગના કાચબાને પવિત્ર માનતા દૂર દૂરથી લોકો તેની પૂજા કરવા માટે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જેનેટિક મ્યૂટેશનને કારણે આ કાચબાનો રંગ ગોલ્ડન થઇ ગયો છે.
આ કાચબો ધનુષા જિલ્લાના ધનુષધામ નગર નિગમ વિસ્તારમાંથી મળી આવ્યો છે.આ બધાની વચ્ચે મિથિલા વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટે આ કાચબાની ઓળખ ભારતીય ફ્લેપ કાચબાના રૂપમાં કરી છે.
આ કાચબાની શોધ પછી વન્યજીવ વિશેષજ્ઞ કમલ દેવકોટાએ કહ્યું કે, આ કાચબાનું નેપાળમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. તેમણે કહ્યું કે, ઘણાં લોકોનું કહેવું છે કે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લઇને પૃથ્વીને બચાવવા માટે ધરા પર પગલુ મૂક્યું છે. દેવકોટાએ કહ્યું કે, હિંદુ માન્યતાઓ અનુસાર કાચબાનાં ઉપરી કવચને આકાશ અને નીચેના ખોલને પૃથ્વી માનવામાં આવે છે.
તો બીજી તરફ દેવકોટાના દાવાથી વિપરીત વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ જીંસમાં થયેલા ફેરફારને કારણે થયું છે. જેને ક્રોમેટિક લ્યૂસિજમ કહેવામાં આવે છે. તેને કારણે કાચબાના ઉપરી કવચનો રંગ ગોલ્ડન થઇ જાય છે.
તેને જ કારણે પશુઓની ચામડીનો રંગ ક્યાં તો સફેદ કે મધ્યમ પણ થઇ જાય છે. તેને લીધે જ જાનવરોમાં કલર પિગમેંટેશન બનતું નથી અને ત્વચાનો રંગ બદલાઇ જાય છે. લ્યૂસિઝ્મ શરીરની ત્વચાને સફેદ, પીળી કે ચિત્તિદાર કે પછી કોઇ અન્ય કલર બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.
આ કંઇક એવું જ છે જેમકે માનવીઓમાં સફેદ દાગ. માણસોમાં પિગમેંટેશનની ઉણપને કારણે તેમની ત્વચા પર સફેદ રંગના પેચ પડી જાય છે. જેને વિટિલિગો કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ કાચબાના મામલામાં જીંસમાં ફેરફારના કારણે તેનો રંગ ગોલ્ડન થયો છે.
દુનિયામાં પાંચમો આ પ્રકારનો કાચબો
દેવકોટાએ કહ્યું કે, નેપાળમાં ગોલ્ડન રંગનો આ પહેલા કાચબો છે. પૂરી દુનિયામાં આ પ્રકારના માત્ર 5 કાચબા જ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે, આ અમારા માટે એક અસામાન્ય શોધ છે.
તેમના અનુસાર જેનેટિક્સથી પેદા થયેલી પરિસ્થિતિઓથી પ્રકૃતિ પર ખરાબ અસર પડે છે. પણ આ પ્રકારના જીવો આપણા માટે ખૂબ જ કિંમતી છે. આ કાચબાના દર્શન કરવા માટે હવે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. જણાવી દઇએ કે, કમલ દેવકોટા નેપાળની ટોક્સિનોલોજી એસોસિએશનમાં કામ કરે છે.