Google કરવા જઇ રહ્યું છે તમારું Gmail એકાઉન્ટ બંધ
જી,હાં તમે બિલકુલ સાચું સાંભળ્યું. Google ખૂબ જલદી Gmail એકાઉન્ટ બંધ કરી શકે છે. ગૂગલ તેના માટે પોતાની તૈયારી કરી ચૂક્યું છે. ગૂગલ પોતાના ગ્રાહકોના એકાઉન્ટ માટે નવી નીતિઓ લાવી રહ્યું છે, જે આગામી વર્ષે 1 જૂનથી લાગૂ થશે.
સાથે જ જો બે વર્ષથી જીમેલ (Gmail), ડ્રાઇવ (Google Drive) અથવા ફોટો (Google Photo)ને લઇને નિષ્ક્રિય છો, કંપની તે પ્રોડક્ટ્સમાંથી તમારા કંટેન્ટને હટાવી શકે છે, જેમાં તમે નિષ્ક્રિય છો. કંપનીએ બુધવારે કહ્યુંક એ નવી નીતિઓ તે ગ્રાહકોના એકાઉન્ટસ માટે છે જે નિષ્ક્રિય છે અથવા જેમનું જીમેલ, જીમેલ ડ્રાઇવ (ગૂગલ ડોક્સ, શીટ્સ, સ્લાઇડ, ડ્રોઇંગ, ફોર્મ અને જેમબોર્ડ ફાઇલો સહિત) પર સ્ટોરેજની કેપિસિટીની સીમાને પાર કરી રહ્યા છે.
Google ની આ એપનો ઉપયોગ હવે Free નહી જુઓ અહિ માહિતી
તમારા ચાલુ Gmail માંથી ડેટા પણ થઇ શકે છે ગાયબ
કંપનીએ કહ્યું કે ‘જો તમારું એકાઉન્ટ 2 વર્ષથી તમારી સ્ટોરેજ સીમા કરતાં વધુ છે, તો તમાર કન્ટેન્ટને જીમેલ, ડ્રાઇવ અને ફોટો પરથી હટાવી શકો છો. સાથે જ કંપનીએ કહ્યું કે તે કંટેન્ટ દૂર કરતાં પહેલાં વપરાશકર્તાઓને ઘણીવાર તેની સૂચના આપશે. એવામાં તમારા ખાતાને સક્રિય રાખવા માટેની સૌથી સરળ રીત એ છે કે જ્યારે પણ સાઇન ઇન કરો અથવા ઇન્ટરનેટ પર કામ કરો તે સમયે તમારા જીમેલ ડ્રાઇવ અથવા ફોટો પર જાવ. આ ઉપરાંત ઇનેક્ટિવ એકાઉન્ટ મેનેજર પણ તમારા વિશેષ કંટેન્ટને મેનેજ કરવામાં મદદ કરી શકે છે.
કંપનીએ આગળ કહ્યું કે જો તમારે તમારા નિશુલ્ક 15 જીબી સ્ટોરેજથી વધુની જરૂરિયાત છે, તો તમે ગૂગલ વન સાથે એક મોટા સ્ટોરેજ પ્લાનમાં અપગ્રેડ કરી શકો છો.