Saturday, December 9, 2023
Home Know Fresh નાના ઓરડામા બનાવીને વેંચતા હતા નાસ્તો

નાના ઓરડામા બનાવીને વેંચતા હતા નાસ્તો

નાના ઓરડામા બનાવીને વેંચતા હતા નાસ્તો, આજે છે કરોડોની મિલકતના માલિક.
આજનાસમયમા ગુજરાતના ઘેર-ઘેર જોવા મળતું તેમજ દરેક નાના ભુલ્કાવોના મોઢું જાણીતું નામ એટલે ગોપાલ.

આ ગોપાલનું ફરસાણ નમકીન ઘણું પ્રખ્યાત છે, અને નાના હોય કે મોટા બધા તેનો આનંદ લે છે. પછી ગોપાલના ગાંઠિયા,ચણાની દાળ,સેવ, સિંગ,તીખા-મોરા સેવ-મમરા અને ઘણી બધી બીજી ફરસાણની વાનગીઓ લોકપ્રિય છે.

જોકે આ સફળતા પાછળ ગોપાલ નમકીનના માલિક શ્રી બિપીનભાઈ હદવાણીનો સંઘર્ષ અને તેમની મહેનત જાણવા જેવી છે.

સફળતા પામવાં જરૂરી છે શરૂઆત – આ મંત્ર તેમને કામ લાગ્યો..

બિપીનભાઈ હદવાણીનું મૂળ ગામ જામકંડોરણા તાલુકાનું ભાદરા અને તેવો પોતાના પિતા અને ભાઇઓ સાથે ગામમા ફરસાણની દુકાન ચલાવતા હતા.


ગામડું હોવાથી ગ્રાહકોની રાહ જોવી પડતી ક્યારેક મંદી તો કયારેક લગ્ન પ્રસંગો સમયે તેજી, પોતાના ધંધાના વિકાસ અર્થે બિપીનભાઈએ એક રૂપિયામા ચવાણુંના પેકેટ બનાવી ગામડે-ગામડે ફેરી કરવાનું ચાલુ કર્યું.

થોડા સમય બાદ પૈસા ભેગા થતા રાજકોટ આવી પોતાના પિતરાઈ ભાઈ સાથે રૂપિયા ૮૫૦૦નુ રોકાણ કરી ભાગીદારી મા ગણેશ નામે ધંધો શરુ કર્યો.

આગણેશ નામના બ્રાંડમા સેવ,ગાંઠિયા,દાળમુઠ,ચણાની દાળ,વટાણા જેવા ફરસાણ નો સમાવેશ કરવામાં આવ્યો અને તેના પેકેટ બનાવી વેચાણ શરુ કર્યું.

ધંધો સારો ચાલ્યો જેથી પિતરાઇ ભાઇએ ભાગીદારી છોડી સ્વત્રંત પોતે ધંધો સંભાળી લીધો.

કોઇપણ ધંધા
ની કરોડરજ્જુ ગણાતા માર્કેટિંગ કે જાહેરાત વગર રાજકોટમા મેળવી ઉદ્યોગીક સફળતા..

૧૯૯૪ મા ધંધામા ભાગીદારી છૂટી થતા પોતાની પત્ની દક્ષાબેન અને બેન-બનેવીના ટેકાથી ફરી પાછુ નાનામવા રોડ ઉપર રાજનગર-૪ ખાતે આવેલ રેહ્ણાકમા કોઇપણ જમા પુંજી વગર રૂપિયા ૧૨૦૦૦ નો ચણાનો લોટ,તેલ અને મસાલાઓ બાકીમા લાવી ‘ગોપાલ’ નામની બ્રાન્ડ શરૂ કરી.

પોતે સાઈકલ પર ફરી ને આ નમકીન વેચતા અને થોડા સમય બાદ ફેરિયાઓને માલ આપી આ ધંધામા શ્રી ગણેશ કર્યા.

બે વર્ષ મા તો ધંધો જામી ગયો, ચાર વર્ષ સુધી ઘરે રહીને ધંધો કર્યા બાદ કારખાનાનો વિચાર આવ્યો. જેથી હરિપર ખાતે કારખાનું ચાલુ કર્યું અને ત્યારબાદ સતત સફળતા તેમને સામે થી આવતી ગઈ.

૨૨ વર્ષ દરમિયાન ધંધાનુ વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૪૫૦ સુધી પોહ્ચાડ્યું. ૫૬ કરોડ ના અધતન મશીનો માત્ર ૬ કરોડમા થયા ઉભા

આ રીતે સતત ધંધા મા મળતી સફળતા થી માલ ની જાવક વધતા મેટોડા ની એક ફેક્ટરીમા સ્વસંચાલિત કારખાનું નાખવાનો નિર્ણય કર્યો અને ત્યારે જાપાનની કંપની પાસેથી ભાવપત્રક મગાવતાં તેમણે રૂપિયા ૫૬ કરોડનું ભાવ આપ્યો.


આ ભાવના પોસાતાં તેમને જાતે આવુંજ મશીન માત્ર રૂપિયા ૬ કરોડમા બનાવ્યું હતું. આજે રોજ નું ૩૦ ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતી મશીનો સાથે ‘ગોપાલ’ નુ ફરસાણનુ કારખાનું છે જેમાં પ્રિન્ટિંગ તેમજ તેનું પેકેજીન્ગ પણ ત્યાં જ થાય છે.

કુદરતી ઉર્જા નો કર્યો ભરપુર ઉપયોગ..

કુદરતી ઉર્જા જેને પાછી વાપરી શકાય તેવી ઉર્જા ગોપાલ ફરસાણના કારખાનામા જોઈ શકાય છે.

જેમાં મુખત્વે સૂર્ય ઉર્જાથી ચાલતું સોલાર પેનલ અને છાણ નો ઉપયોગ કરાતું બાયોગેસ પ્લાન્ટ કે જેનાથી પ્રદુષણ રહિત ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવે છે તેનો ઉપયોગ ચાલુ કર્યો.

તૈયાર થઈ ગયેલા માલને સાચવવા એક વેરહાઉસ નુ પણ નિર્માણ કરવામાં આવ્યુ છે.

આજે કરે છે ૧૨૦૦ જેટલા કર્મચારીઓ કામ

ગુજરાતના રાજકોટની મેટોડા જી.આઈ.ડી.સી.ના મોટા કારખાનામા આજે ૧૨૦૦ જેટલા કર્મચારીઓ કાર્યરત છે. કારખાનામા કામ કરવા સાથે ફરસાણ અને માલ-સામાનની હેરફેર કરવા માટે ૧૦૦ થી વધુ ટ્રક છે તેમજ સાથે એક ઓટો મોબાઇલ વર્કશોપ પણ છે.

પોતાના પિતાના સિધ્ધાંતને જાળવ્યો

બિપીનભાઇ કહે છે કે તેમના પિતા હંમેશા કહેતા કે જે આપણે ખાવામા ઉપયોગ કરીએ તે જ ઘરાકને ખવડાવવું જોઈએ આ સિધ્ધાંતને પોતાના જીવનમા ઉતારી આજે તેઓ સફળ થયા છે.

તેમજ વધુ તેમણે જણાવ્યું કે તેમના કારખાનામા બનતો દરેક માલ તેમના ઘરે પણ નાસ્તામા ઉપયોગમા લેવાય છે. આ જ કારણ છે કે જે ટર્નઓવર તેમને ૨૦૦૬ માં વાર્ષિક મળતી આજે રોજની છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments