કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ
મોંઘવારી ભથ્થામાં ચાર ટકા જેટલા વધારાને મંજૂરીની મહોર, મોંઘવારી ભથ્થામાં હવે 38% ને બદલે 42% કરી દેવામાં, મોંઘવારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

જેમાં મોદી સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી મોંઘવારી ભથ્થામાં ચાર ટકા જેટલો વધારાને મંજૂરીની મહોર લગાવી દીધી છે. કેબિનેટના આ નિર્ણય બાદ મોંઘવારી ભથ્થામાં હવે 38% ને બદલે 42% કરી દેવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારના લગભગ 47.58 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
મોંઘવારી બધા મામલે લાગુ કરાયેલો આ વધારો જાન્યુઆરી 2023 થી લાગુ થશે જેમાં કર્મચારીઓ અને પેન્શનરોને એરિયર્સ પણ આપવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની આ જાહેરાતને પગલે પર દર વર્ષે 12,815 કરોડ રૂપિયાનો જેટલુ જબરૂ નાણા ભારણ વધશે.
જોકે સરકારના આ નિર્ણયને પગલે કેન્દ્ર સરકારના લગભગ 47.58 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે ઉપરાંત 59.76 લાખ પેન્શનરોને પણ લાભ થશે. મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા આ વધારો સાતમાં કેન્દ્રીય પગાર પંચની ભલામણને લઈને કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.