Wednesday, September 27, 2023
Home Knowledge વેચેલો માલ પાછો લેવામાં નહિ આવે” આવું ક્યાંય પણ જોવા મળે તો...

વેચેલો માલ પાછો લેવામાં નહિ આવે” આવું ક્યાંય પણ જોવા મળે તો કરી શકો છો ફરિયાદ, જાણો વિસ્તારથી…

વેચેલો માલ પાછો લેવામાં નહિ આવે” આવું ક્યાંય પણ જોવા મળે તો કરી શકો છો ફરિયાદ, જાણો વિસ્તારથી…


એક કંઝ્યુમર એટલે કે ગ્રાહકના રૂપમાં આપણા અધિકારો ઘણા મજબૂત છે. આ બાબતે બે એવા નિર્ણય લેવામાં આવ્યા છે જેમણે એક ગ્રાહકના હકનો વિસ્તાર કર્યો છે. મિત્રો આપણને દુકાનો પર લખેલું જોવા મળે છે કે, વેચેલો માલ પાછો નહિ લેવાય. પણ જો તમે કોઈ દુકાનના બિલ પર આવું લખેલું જુઓ, તો એને કંઝ્યુમર ફોરમનો નિર્ણય જણાવી શકો છો.

હકીકતમાં ડિપાર્ટમેન્ટ ઓફ કંઝ્યુમર અફેયર્સએ વર્ષ 1999 માં જ સામાનના વેચાણ પણ આપવામાં આવેલી રસીદ પર ‘વેચેલો માલ પાછો લેવામાં નહિ આવે’ છાપવા પર પ્રતિબંધ મુક્યો હતો.

જાણકારી માટે જણાવી દઇએ કે, ગુજરાત જિલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળ ગ્રાહકો તથા વેપારીઓને લઈને એક સંયુક્ત અખબારી યાદીમાં એવું જણાવ્યું છે કે,

ગુજરાત રાજ્યમાં ગ્રાહક સુરક્ષા ધારો 1968 અમલમાં છે. અને આ ધારાની કલમ 14 પ્રમાણે “વેચેલો માલ પાછો લેવામાં આવશે નહિ કે બદલી આપવામાં આવશે નહિ.” તેવું લખાણ કાયદા વિરુદ્ધ અને ગેરવ્યાજબી છે. આથી રાજ્યમાં કોઈ પણ વેપારી પોતાના બીલમાં, પત્રીકામાં કે બોર્ડમાં આવું કોઈ લખાણ છાપી શકતા નથી કે પ્રસિદ્ધ કરી શકતા નથી.

છતાંપણ જો કોઈ ઉત્પાદક કે વેપારી દ્વારા બીલ પર આવું લખાણ છાપવામાં આવ્યું હોય, કે પછી આવું લખાણ કોઈ બીજી રીતે પ્રસિદ્ધ કરેલું હોય, અને આ વાત કોઈ ગ્રાહકની જાણમાં આવે છે. તો તે ગ્રાહક આધાર-પુરાવા સાથે  જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ખાતે 15 દિવસમાં એની જાણ કરી શકે છે. આમ કરવાથી  જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આવું લખાણ રદ કરાવવાની કાર્યવાહી કરશે..

અને મિત્રો અમેરિકા પણ આ બાબતે ઘણું કડક છે. ત્યાં વેચેલો માલ ખરાબ હોવા પર કોઈપણ શરત વગર પાછો આપી શકાય છે. કંઝ્યુમર અફેયર્સએ 1999 માં લીધેલા નિર્ણયમાં આ વાત સ્પષ્ટ છે કે, તમે ખરીદેલો કોઈ માલ ખરાબ નીકળે અથવા તમે એનાથી સંતુષ્ટ નથી, તો તમે એને પાછો આપી શકો છો. છતાં પણ ઘણા વેપારી એનું પાલન નથી કરતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments