Tuesday, June 6, 2023
Home Gujarat ગુજરાતમાં આ રીતે ઝોન મુજબ ફરી દોડતી થશે ST બસ, જાણી લો...

ગુજરાતમાં આ રીતે ઝોન મુજબ ફરી દોડતી થશે ST બસ, જાણી લો નવા નિયમો..

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપ વચ્ચે લોકડાઉન 4.0નો અમલ ગુજરાતમાં આજથી શરૂ કરવામાં આવ્યો છે. ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સિવાયના તમામ જિલ્લામાં ST બસ સેવા શરૂ કરવાના આદેશ આપ્યા છે ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી એક મહત્વની બેઠકમાં રાજ્યમાં બસ સેવા શરૂ કરવાને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં એસટી બસ સેવાને લઈને મોટા સમાચાર, આવતીકાલથી એસટી બસ સેવા શરૂ થશે, 4827 રૂટ પર શરૂ થશે એસટી બસ સેવા..

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે સવારે 8 વાગ્યાથી રાજ્યમાં ST બસના પૈડા ફરી દોડતા થશે. ગાંધીનગર ખાતે યોજાયેલી એક મહત્વની બેઠકમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારમાં ST બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રૂટ શરૂ કરવા અંગે વિભાગીય નિયામકોને સોંપાઇ જવાબદારી..

આપને જણાવી દઇએ કે, 4827 રૂટ પર હાલ બસ સેવા શરૂ કરવામાં આવશે. ત્યારે આ તમામ રૂટ શરૂ કરવાને લઇને તાત્કાલિક અસરથી 24 ડિવિઝનના વિભાગીય નિયામકોને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે.

ST બસ શરૂ થવા અંગેની અગત્યની જાણકારી..

નિગમ ધ્વારા સવારના 8 થી સાંજના 6 કલાક સુધી સંચાલન કરવાનો નિર્ણય કરેલ છે. નિગમ ધ્વારા 1145 શીડ્યુલ અને 7033 ટ્રીપથી સંચાલન કરવા નિર્ણય કરેલ છે. નિગમ ધ્વારા જે તે જીલ્લાની હદમાં તાલુકા થી તાલુકા અને તાલુકાથી જીલ્લા મથક સુધીનું સંચાલન કરવામાં આવશે. તેમજ આ સાથે સામેલ પત્રક મુજબ નિર્ધારિત કરાયેલ ઝોનની હદમાં તે ઝોનના જીલ્લાઓને સાંકળતું સંચાલન આયોજિત કરવામાં આવેલ છે.  કોઈ પણ રૂટ કન્ટેઈનમેન વિસ્તારમાંથી પસાર થશે નહિ.

બસના મુસાફરોને ઈ-ટીકીટ/મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે આમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ ઇસ્યુ કરવામાં આવશે. બસમાં મુસાફરી કરનાર મુસાફરે તેઓની ટ્રીપ ઉપડતા ઓછામાં ઓછા 30 મિનીટ પહેલા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે.

બસની કેપીસીટીના 60 ટકા મુસાફરો સાથે સંચાલન કરવામાં આવશે. દરેક બસ ટ્રીપ પૂર્ણ થયેથી સેનેટાઈઝ કરી અને બીજી ટ્રીપમાં ઓપરેટ થશે. ડેપો બસ સ્ટેન્ડ ખાતે માત્ર માસ્ક પહેરેલ હોય તેઓને જ પ્રવેશ આપવામાં આવશે.
બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે અને લક્ષણ વિહીન મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે અને આ સમયે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે માટે સૂચનાઓ આપેલ છે.

બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ આપવામાં આવશે.
બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બોર્ડીગ અને ડી બોર્ડીગનું સૂચનાઓ પાઠવેલ છે.

હાલના તબક્કે સમગ્ર અમદાવાદ જીલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જીલ્લાઓમાં નિગમના નોર્મલ સંચાલનના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવશે. ગાંધીનગર શહેર થી અમદાવાદ શહેર વચ્ચે સંચાલન બંધ રાખવામાં આવેલ છે. આંતર રાજ્ય સંચાલન સંપૂર્ણ બંધ રાખેલ છે.

મુસાફરો ધ્વારા સરકારશ્રીની ગાઈડ લાઈન/સોશિયલ ડીસન્ટસીંગનું પાલન કરે તે માટેની બાબત, તમામ બસ સ્ટેન્ડ/કંટ્રોલ પોઈન્ટ પર પબ્લીશ કરી અને જાહેર જનતાને અપીલ કરવાની સૂચનાઓ આપેલ છે.

નિગમના સંચાલકીય સ્ટાફ માટે આરોગ્યની દ્રષ્ટિએ પુરતી અને પર્યાપ્ત કાળજી લેવામાં આવે તે મુજબનું આયોજન કરેલ છે. સરકારશ્રીની ગાઈડ લાઈન ધ્યાને લઇ નિગમ ધ્વારા તબક્કા વાર સંચાલનનું વિસ્તરણ કરવામાં આવશે.

ઝોનની વિગત. (1) ઉત્તર ઝોન – બનાસકાંઠા , પાટણ , મહેસાણા , સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર .
(2) મધ્ય ઝોન – ખેડા, પંચમહાલ,મહીસાગર,વડોદરા ,દાહોદ,આંણદ, છોટા ઉદેપુર,
(3) દક્ષિણ ઝોન – સુરત, વલસાડ,તાપી, ડાંગ, ભરૂચ, નવસારી,નર્મદા
(4) સૌરાષ્ટ્ર ઝોન – રાજકોટ,મોરબી,જુનાગઢ,પોરબંદર,બોટાદ,ભાવનગર અમરેલી ,જામનગર,સુરેન્દ્રનગર,ગીર સોમનાથ,  (5) કચ્છ ઝોન :- ભુજ થી ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય શહેરોને જોડતું સંચાલન કરવામાં આવશે.

નોંધ :- ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેની સચિવાલયની બસ સેવાઓ હાલના તબક્કે સ્થગિત રખાયેલ છે.

આ રૂટ પ્રમાણે ST બસો દોડશે. ઉત્તર ગુજરાત ઝોનમાં, રાધાનપુરથી હિંમતનગર, થરાદથી હિંમતનગર, મોડાસાથી પાટણ, બેચરજીથી ખેડબ્રહ્મા,

મધ્યઝોનમાં કઈ બસ શરૂ થશે,ગોધરા થી વડોદરા, છોટા ઉદેપુરથી ઝાલોદ, ખંભાતથી દાહોદ,,ખેડાથી દાહોદ,આણંદ થી દાહોદ

દક્ષિણ ગુજરાતમાં ક્યાં રૂટ, આહવાથી ભરૂચ,વાપીથી અંકલેશ્વર,રાજપીપલથી ધરમપુર,,સોનગઢથી સુરત,સુરતથી વલસાડ

સૌરાષ્ટ્ર ઝોનમાં ક્યાં રૂટ, ભુજથી રાજકોટ, ભાવનગરથી રાજકોટ, અમરેલીથી વેરાવળ, જામનગરથી રાજકોટ, દ્વારકાથી રાજકોટ,અમરેલીથી બોટાદ, સુરેન્દ્રનગરથી જૂનાગઢ

RELATED ARTICLES

Most Popular

Recent Comments