સુપ્રીમના આદેશ બાદ ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાત હાઈકોર્ટે શરૂ કરી આ પ્રથા
ભારતીય ન્યાયપાલિકા માટૈ ઐતિહાસિક ક્ષણ સામે આવી છે. જેમાં દેશની હાઇકોર્ટની સુનાવણી સામાન્ય નાગરિક પણ જોઇ શકે તેના માટે યુ ટયુબ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટમાં કાર્યવાહીનું લાઇવ ટેલિકાસ્ટ
કાર્યવાહી યુ ટ્યુબ પર સામાન્ય નાગરિક જોઇ શકશે
સુપ્રીમકોર્ટના આદેશ બાદ કરાશે લાઇવ ટેલિકાસ્ટ
ભારતીય ન્યાયપાલિકા માટે આજનો દિવસ એક ઐતિહાસિક ક્ષણ તરીકે ઓળખાશે. જેમાં દેશની હાઇકોર્ટની સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ સાથે ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહીનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત હાઇકોર્ટનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. કોર્ટ કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ હતી. ગુજરાત હાઇકોર્ટની લાઇ સ્ટ્રિમિંગ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ હતી. ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પર પણ લિંક મુકવામાં આવી છે. કોર્ટની કાર્યવાહીની લાઇવ સ્ટ્રિમિંગ માટે તમે Youtube Channel પર જોઈ શકો છો.