Sunday, May 28, 2023
Home Gujarat જાણો! ક્યાં રાજયમાં કેટલો છે, માસ્ક ન પહેરવા પર દંડ! ગુજરાતમાં છે...

જાણો! ક્યાં રાજયમાં કેટલો છે, માસ્ક ન પહેરવા પર દંડ! ગુજરાતમાં છે સૌથી ઓછો ?

અમદાવાદમાં દર મિનિટે અંદાજે 100થી વધુ લોકો પાસેથી નિયમ તોડવા બદલ દંડ વસૂલાય છે..

અમદાવાદમાં સરકારને માસ્ક ન પહેરવા પર લેવામાં આવતા દંડમાં વધારો કરવાની અપીલ કરી છે..

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર તેમજ પોલીસ તંત્ર દ્વારા વારંવાર કહેવા છતા હજુ પણ ઘણા લોકો બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરતા નથી.

જેના કારણે લોકલ સંક્રમણ વધવાનો ખતરો વધી જાય છે. જેને જોતા હવે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશને સરકારને માસ્ક ન પહેરવા પર લેવામાં આવતા દંડમાં વધારો કરવાની અપીલ કરી છે.

સમગ્ર દેશમાં માસ્ક ન પહેરવા પર સૌથી ઓછો 200 રૂપિયા દંડ ગુજરાતમાં વસૂલાય છે. અમદાવાદમાં દર મિનિટે અંદાજે 100થી વધુ લોકો દંડ ભરે છે.

લોકોને નિયમનું યોગ્ય પાલન કરાવવા દંડની રકમ વધી શકે છે.

લોકો નિયયનું યોગ્ય રીતે પાલન કરે ત્યારે જ કોરોના જેવા વાઈરસને હરાવી શકાય છે. તે માટે સરકારે જાહેરમાં માસ્ક ન પહેવા તેમજ થૂંકવા પર 200 રૂપિયાના દંડની જાહેરાત કરી હતી.

તેમ છતા હજુ પણ ઘણા એવા લોકો છે જે માસ્ક પહેર્યા વગર જ બહાર ફરતા જોવા મળે છે. સાથે પોલીસ દ્વારા રોકવામાં આવતા તેમની સાથે દલીલો કરતા નજરે ચઢે છે.

ત્યારે હવે લોકોને નિયમનું યોગ્ય પાલન કરાવવા માટે દંડની રકમને 200 રૂપિયાની જગ્યા પર 1,000થી 10,000 વધે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

તમિલનાડુમાં 10,000 રૂપિયા માસના ન પહેરવા પર દંડ લેવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં ફક્ત બસો રૂપિયા દંડ લેવામાં આવે છે તેમજ મહારાષ્ટ્રમાં એક હજાર દંડ લેવામાં આવે છે, ત્યારે દિલ્હી પંજાબમાં રૂપિયા ૫૦૦નો દંડ લેવામાં આવે છે, તેવામાં માસ્ક ન પહેરવા પર ગુજરાતમાં સૌથી ઓછો દંડ અને તામિલનાડુમાં સૌથી વધુ 10,000 રૂપિયા તો મહારાષ્ટ્રમાં 1000 રૂપિયા દંડ લેવામાં આવે છે….

RELATED ARTICLES

Most Popular

Recent Comments