CM ભૂપેન્દ્ર પટેલેએ કાફલો રોકાવી ચાની ચુસ્કી માણી, લોકોએ કહ્યું સાચા કોમન મેન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેના સૌમ્ય સ્વભાવ અને તેની સાદગી માટે જાણીતા છે. આ જ પ્રકારની તેની સાદગી આજે પુનઃ જોવા મળી હતી.
શનિવારે મુખ્યમંત્રી તેમના કાફલા સાથે અમદાવાદ- રાજકોટ હાઈવેના કામ નિરીક્ષણ પર હતાં,
તે દરમિયાન બગોદરા રોડ પર આવેલી કનૈયા હોટલમાં કાફલો થોભાવીને સામાન્ય માણસની જેમ ચા પીધી હતી.
જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ વિડીયો વાયરલ થયા બાદ સૌ કોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સ્વભાવથી પ્રભાવિત થયા હતા.
જુઓ વિડિયો..