Monday, October 2, 2023
Home CoronaVirus કોરોનાવાઇરસ/ કેન્દ્ર સરકારને પગલે રાજ્ય સરકારનો નિર્ણય, રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ...

કોરોનાવાઇરસ/ કેન્દ્ર સરકારને પગલે રાજ્ય સરકારનો નિર્ણય, રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ વેતનમાં 30%નો કાપ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ કોરોનાની મહામારી સામે લડવા ના ખર્ચ ના સંદર્ભમાં બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટી ની બેઠક માં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી એ આ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલેકે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકા નો કાપ સ્વીકારી ને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે.

વિજય ભાઈ રૂપાણી એ રાજ્ય ના તમામ ધારાસભ્યો ને મળતી 1 કરોડ 50 લાખની એમ એલ એ લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજા ના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે તેમ જાહેર કર્યું છે.

પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની કેન્દ્ર સરકારે દેશના સાંસદો ના પગાર માં 30 ટકા કાપ બે વર્ષ સુધી કરીને તે રકમ કોરોના સામે થનાર ખર્ચ માં અને એમ.પી. લેડ ફંડ ની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવા ના ફંડ માં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતા ગુજરાત સરકારે પણ આ નિણર્ય કર્યા છે તેમ મુખ્ય મંત્રી એ ઉમેર્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments