Friday, June 2, 2023
Home Bhavnagar સમગ્ર ગુજરાતમાં સ્પે. ફોર્સ પેરા કામાંન્ડોમાં ગુંદીના અર્જુનસિંહની પસંદગી કરાઈ...

સમગ્ર ગુજરાતમાં સ્પે. ફોર્સ પેરા કામાંન્ડોમાં ગુંદીના અર્જુનસિંહની પસંદગી કરાઈ…

ભાવનગર જિલ્લાના ગુંદી ગામના ક્ષત્રિય પરિવારના પિતા ‘ અને એક પુત્ર દેશની રક્ષા કાજે : સેનામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે આ પરિવારના બીજા સંતાને પણ સેનામાં જોડાવવાનું પસંદ કર્યુ છે, અને સમગ્ર ગુજરાતમાંથી ઇિન્ડીયન આર્મીની કપરી ગણાતી ફોર્સ સ્પે. ફોર્સ પેરા કમાન્ડોમાં નિમણૂંક પામી અને ઉધમપુર ખાતે ર તાલીમ માટે પહોંચી ગયા છે.

ગુંદી ગામના અને હાલ બરેલીમાં સુબેદાર મેજર તરીકે ભરતસિંહ ગોહિલ ફરજ બજાશે છે. તેઓના જયેષ્ઠ પુરા પાર્થરાજસિંહે એનડીએમાં ૩ વર્ષ પૂર્ણ કર્યા બાદ હાલ કુપવાડામાં સેનામાં ફરજ બજાવી રહ્યા છે. બે પુત્રો પૈકી નાના પુત્ર અર્જુનસિંહને તે પણ નાનપણથી જ સેનામાં જોડાઈ દેશ રક્ષા કાજે ફરજ બજાવવાનું સ્વપ્ર સર્વેલું હતુ…

તાજેતરમાં ઇન્ડીયન આર્મીની અતિ કપરી ગણાતી ૪ સ્પેશિયલ ફોર્સ પેરા કમાન્ડો તરીકે પસંદગી પામ્યા છે. અને ૩ મહિનાની ટ્રેનિંગ માટે ઉધમપુર જવાના છે. સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર અર્જુનસિંહ ગોહિલની આ પોટિંગમાં પસંદગી થઇ છે.

અર્જુનસિંહે એક વાતમાં જણાવ્યુ હતુ કે, પિતા અને ભાઇ સેનામાં છે, તેથી લાંબા સમયથી મને પણ આર્મીમાં જવાની ઇચ્છા હતી, અને તે દિશામાં ખૂબ મહેનત કરી રહ્યા હતા. માતા પિતાએ હંમેશા સેનામાં જોડાવા માટે ભાઇએ મને પ્રોત્સાહન આપ્યું છે, અમે બંને ભાઇઓ સેનામાં છીએ તેનું અમને ગૌરવ છે.

સોર્સે -ભાવેણા ન્યુઝ

RELATED ARTICLES

Most Popular

Recent Comments