Tuesday, October 3, 2023
Home Ajab Gajab હમીરસર તળાવ ભરાઈ જતા જાહેર રજા. જાણો! રાજાશાહી વખતની કચ્છની પરંપરા.

હમીરસર તળાવ ભરાઈ જતા જાહેર રજા. જાણો! રાજાશાહી વખતની કચ્છની પરંપરા.

કચ્છના રાજવી રાવ હમીરજી એ પાટનગર ભુજ મા સુંદર ” હમીરસર ” તળાવનુ નિર્માણ કરાવ્યુ.

જે વરસે મેઘરાજાએ કચ્છ ઉપર મહેર કરી હોય અને હમીરસર તળાવ ઓગની જાય ( overflow ) થાય તો કચ્છ- ભુજની પ્રજા માટે રાજશાહીના વખતથી આજ દિવસ સુધી એક જાહેર ઉજવણીનો પ્રસંગ બની જાય છે.

રાજાશાહીમા કચ્છના રાજવી પોતાના દરબારી ઓ સાથે સવારી કાઢી ને હમીરસર તળાવ ની પાસે ” પાવડી” પાસે જઈ ને નવા નીરની વધાવી ને પૂજન કરતા.

નવા નીર મા શ્રીફળ , ચુંદડી, સોના – ચાંદીની વીંટી વગેરે પૂજન બાદ હમીરસરના ખોળે અર્પણ કરવામા આવતુ.
.
આ દિવસે કચ્છ રાજ્ય તરફથી એ દિવસે રજાની જાહેરાત થતી. સમગ્ર ભુજના નગરજનો હમીરસર તળાવની પાળ ઉપર આ પ્રસંગ ઉપર હાજર રહેતા.

ભુજમા આ દિવસે દરેકના ઘરે મિઠાઇ બનતી.

1947 મા ભારત આઝાદ થયા પછી લોકશાહી મા પણ આ પરંપરાઓ આજે પણ જીવંત છે.

ગઇકાલે કચ્છમા થયેલ ભારે વરસાદ ને કારણે ભુજના શણગાર સમાન ” હમીરસર ” તળાવ ઓગની ( overflow ) ગયેલ છે.

આજે કચ્છ- ભુજ ના રાજવી પરિવારની હાજરી મા ભુજ નગરપાલિકા ના પ્રમુખ ” હમીરસર ” તળાવ પર સરઘસ સાથે જઇ પરંપરાગત પૂજન કરી નવા નીરને વધાવશે.

કચ્છ કલેકટરશ્રી એ પણ આજે જાહેર રજા ડિકલેર કરેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments