હરસ જે દુશ્મનની માફક પ્રાણનો નાશ પણ કરી શકે છે. તેને અર્શ પણ કહેવામાં આવે છે,
વાતાદિ- દોષોના ત્વચા -માસ -મેદ તથા તે જગ્યાના રક્તને દુષિત કરી ગુદાસ્થાને નાના પ્રકારની આકૃતિના માંસના અંકુરો ઉત્પન્ન કરે તેને અર્શ – હરસ કહેવામાં આવે છે.
હરસ થવાના કારણો- તીખા તૂરા કડવા લુખા ઠંડા અને વાસી ભોજન નિયમિત સેવન કરવું, ⁃ પિકી તળેલી તેલ મરચા વાળી વસ્તુ બેકરીની વસ્તુઓ નિયમીત સેવન કરવું,
⁃ દારૂનું વ્યસન કરવાથી તમાકુનું વ્યસન કરવાથી ઇત્યાદિ વ્યસન કરવાથી, ⁃ સમય વીતી ગયા બાદ ભોજન કરવાથી, ⁃ વધારે મહેનત કરવાથી, ⁃ વધારે ઉપવાસ કરવાથી, ⁃ વધારે તળકે ફરવાથી,
હરસના લક્ષણો- ⁃ મલ ત્યાગ સમયે દુખાવો થાય છે, ⁃ મલ ત્યાગ સમયે લોહી પડે છે, ⁃ મલ ત્યાગ નિયમિત થતો નથી,⁃ કટકે-કટકે થાય છે, ⁃ ભૂખ નથી લાગતી,
⁃ પગ પેડુમાં દુખાવો થાય છે, ⁃ નબળાઈ લાગે છે, ⁃ વધારે પ્રમાણમાં રક્ત સ્ત્રાવ થવાથી ચક્કર આવે.
હરસની ચિકિત્સા- છાશનું સેવન કરવું ⁃ હરડે ચૂર્ણ રોજ રાત્રે લેવું ⁃ નાગકેસર ચૂનો માખણ સાથે લેવું
⁃ ચિત્રકાદિવટી લેવી ⁃ લઘુ અને સુપાચ્ય ખોરાક લેવો ⁃ હરડે અને સૂંઠ ચિત્રકનો ઉકાળો કરી પીવો ⁃ ગરમ પાણી નો શેક કરવો (કટિબસ્તિ લેવી)
– ત્યારબાદ કાશીશાદી કે જાત્યાદિ તેલ લગાડવું ⁃ સુરણ, ચિત્રક, સુઠ અને મરીનું ચુર્ણ ગોળ સાથે લેવું. ⁃ તેમજ રેચક વસ્તુ આપવી.