Monday, October 2, 2023
Home Social Massage કોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે ! ખેતી, હા તે શાકભાજી...

કોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે ! ખેતી, હા તે શાકભાજી અને ઘઉં ઉગાડશે..

ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર આર અશ્વિન સાથે ઇંસ્ટાગ્રામ પર લાઇવ સેશન દરમિયાન હરભજન સિંહે આ વાતનો ખુલાસો કર્યો..

ભારતના અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે (Harbhajan Singh) ખુલાસો કર્યો છે કે તે કોરોના વાયરસ (Coronavirus) ખતમ થયા પછી પંજાબ પરત ફરશે અને ખેડૂત બનશે. ટીમ ઇન્ડિયા (Team India)ના સ્ટાર સ્પિનર આર અશ્વિન (R Ashwin) સાથે ઇંસ્ટાગ્રામ પર લાઇવ સેશન દરમિયાન હરભજન સિંહે આ વાતનો ખુલાસો કર્યો છે. 39 વર્ષના હરભજને આ સેશનમાં બતાવ્યું કે તે કેવી રીતે ખેતી કરશે અને જરુરિયાતમંદ લોકોને ખાવાનું આપશે..

અશ્વિને સવાલ કર્યો હતો કે દુનિયા આ સંકટમાંથી કેવી રીતે બહાર આવશે તો હરભજને કહ્યું હતું કે આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કે કારણ કે ભગવાન આપણી પાસે ઇચ્છા રાખે છે કે આપણે કાંઈક બાબતો શીખીએ.

તેણે પોતાના વિશે કહ્યું હતું કે તે હંમેશા પ્રવાસ કરતો રહે છે. ઘરે સહેજ પણ સમય પસાર કરતો નથી. કદાચ આપણે બધા પૈસા પાછળ ભાગી રહ્યા હતા. આપણે લાલચી થઈ ગયા છીએ. હવે ભગવાને આપણને પોતાને જોવાની તક આપી છે. એ જોવાની તક આપી છે કે આપણે ક્યાં ઉભા છીએ અને જીવનમાં શું મહત્વનું છે. ફક્ત પૈસા કમાવવા પાછળ ના ભાગશો. આ પણ વાંચો – હસીન જહાંએ કર્યો કાંટા લગા ગીત પર ડાન્સ, પ્રશંસકોએ કહ્યું – પ્લીઝ શમી પાસે પાછા જાવ..

હરભજને કહ્યું હતું કે જે રીતે તેણે પૈસા કમાવ્યા છે, કદાચ તેને બાકી રહેલા જીવનમાં ખર્ચ ના કરી શકે. જીવન જીવવા માટે વધારે પૈસાની જરુર નથી ફક્ત થોડ પૈસાની જરુર છે. હરભજને કહ્યું કે શું આપણને પ્રેમ અને બીજાની સંભાળ રાખવાની જરુર નથી. આ મુશ્કેલી સમયમાં આપણે શીખવું પડશે.

પોતાની યોજના વિશે વાત કરતા હરભજને કહ્યું કે આ બધુ ખતમ થયા પછી તે પંજાબ જશે અને ઘણા ખેતર ખરીદશે. જ્યાં શાકભાજી અને ઘઉં ઉગાડવાનું શરુ કરશે. હું ખેડૂત બનીશ. આ પછી પૈસા વગર ખાવાનું વહેંચીશ. આ ખાવાનું મંદિરમાં જશે. જરુરિયાતમંદ લોકો પાસે જશે. આમથી તેમ ભાગવાના બદલે તેને આમાં વધારે સંતોષ થશે. ફક્ત પૈસા કમાવવા જ પુરતા નથી. એકબીજાની મદદ કરવી પણ મહત્વપૂર્ણ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments