બદલાતી લાઇફસ્ટાઇલના કારણે લોકો ઘણા પ્રકારના રોગોનો શિકાર થાય છે, જેમાંથી સૌથી ગંભીર રોગ છે કેન્સર.દર વર્ષે કેન્સરને કારણે ઘણાં લોકો પોતાનો જીવ ગુમાવે છે.લોકોને લાગે છે કે કેન્સર ફક્ત જંક ફૂડ ખાવાથી વધે છે પરંતુ આજે અમે તમને કેટલીક એવી ફુડ ચીજો વિશે જણાવીશું જેના કારણે પણ તમે કેન્સર જેવા રોગનો શિકાર થઈ શકો છો.ચાલો તે જોઈએ તે વસ્તુઓ.
સોડામાં ફક્ત ખાંડની માત્રા ઓછી નથી હોતી પરંતુ તે કેન્સરનું કારણ પણ બને છે.સોડામાં હાજર આર્ટિફિશિયલ કલરમાં કાર્સિનોજેનિક રસાયણ હોય છે જો કે કેન્સરનું મુખ્ય કારણ છે.સોડાની જગ્યાએ પીવા માટે હંમેશા પાણીજ પિવો અથવા તેના સિવાય તમે નારિયેળ પાણી પી શકો છો.
ગ્રિલ પર વધુ તાપમાન પર બનાવેલ રેડ મીટનો સ્વાદ ખાવામાં સારો હોય શકે છે પરંતુ તેમાં હાજર હાઇડ્રોકાર્બનની બધું માત્રા કેન્સરનું કારણ બને છે.
બજારમાં મળતા બટર ફ્લેવર પોપકોન માઇક્રોવેવમાં બટર સાથે બનાવવામાં આવે છે તો તે ઝેરી પદાર્થ મુક્ત કરે છે જો કે કેન્સરનું કારણ બને છે.તેની જગ્યાએ તમે ઘરમાં મકાઈના દાણા લાવીને કુકરમાં સરળતાથી બનાવી શકો છો.
ટામેટાં ખાવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ બજારમાં મળતા ડબ્બામાં બંધ ટામેટાં કેચપ ઘણી હદ સુધી કેન્સરનું કારણ સિદ્ધ થઈ છે.ડબ્બામાં પેક ભોજનમાં બી.પીએ. નામનું કેમિકલ પદાર્થ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
બજારમાં મળતા શાકભાજીનું તેલ કુદરતી પ્રક્રિયાથી નહીં પરંતુ કેમિકલ પ્રક્રિયાના માધ્યમથી કાઢવામાં આવે છે.જેનાથી તેમાં ઘણા પ્રકારના કેમિકલની સાથે ઓમેગા -6 ચરબીનું પ્રમાણ વધી જાય છે.જે તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ સારું નથી.
સૈલમન માછલી એ પ્રોટીનનો ઘણો સારો સ્રોત છે પરંતુ ઘરમાં વ્યવસાય માટે ઉછેરવામાં આવતી માછલી સ્વાસ્થ્ય માટે સારી નથી.આમાં માછલીને ઝડપથી મોટી કરવા માટે કેમિકલ અને ઘણા પ્રકારના રસાયણો ખવડાવામાં આવે છે.જો જંગલ અથવા સમુદ્રમાંથી પકડાયેલી સૈલમન માછલી ખાવામાં ખૂબ હેલ્દી હોય છે.
મેંદા બનાવવા માટે લોટને એક રાસાયણીક પ્રક્રિયાથી કાઢવામાં આવે છે જેનાથી તેના બધા પોષકતત્વો ખતમ થઈ જાય છે.તેને સફેદ કલર આપવા માટે ક્લોરીન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે.એટલા માટે ભોજનમાં હંમેશા લોટનો ઉપયોગ કરો.
ફળ અને શાકભાજી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે પરંતુ રસાયન, કિટનાશકની સાથે ઉગાવેલ શાકભાજી અને ફળ સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક હોય છે.જેને ખાવાથી શરીરમાં ઝેરી પદાર્થ જતા રહે છે.તેની જગ્યા પર હંમેશા જૈવિક ખેતીના માધ્યમથી ઉગાડવામાં આવતા ફળ અને શાકભાજી ખાવી જોઈએ.
પ્રોસેસ્ડ માંસમાં વધારે માત્રામાં મીઠું, ઘણાં પ્રકારના કેમિકલ હોય છે જેથી ખોરાક લાંબા સમય સુધી સ્વસ્થ રહે.આ ખોરાક જોવામાં તો સારું લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.તેની જગ્યા પર તાજા અને કાર્બનિક માંસ ખાઓ.
Search :- apnubhavnagar
Or
Instagram:-https://instagram.com/apnubhavnagar
Facebook:-https://fb.com/apnubhavnagar