તાંબાનું પાણી છે! અમૃત સમાન દિવસમાં પીવું જોઈએ આટલું પાણી !

Share

તાંબાનું પાણી છે અમૃત સમાન

આયુર્વેદના કહેવા પ્રમાણે, પાણી વગર જીવન મુશ્કેલ છે, વિજ્ઞાન કહે છે દિવસ દરમિયાન 2 લિટરથી વધુ પાણી પીવું જોઈએ.  તમે જાણતા નથી કે, તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીર અમુલ્ય લાભ થાય છે. તો ચાલો જાણીએ તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાથી થતાં ફાયદા.

  • આ પાણી ક્યારે પીવું જોઈએ, અને કેટલું પીવું જોઈએ. 

સવારે આ પાણી પીવાથી શરીરના ઘણા રોગો દવાઓ અને ડોક્ટર વગર દૂર થાય છે. વહેલી સવારે આ પાણી પીવાથી શરીરમાં રહેલા અનેક દુષિત તત્વ બહાર નીકળી જાય છે. આ પાણીને રાત્રે તાંબાના વાસણમાં રાખીને મૂકી દેવું અને સવારે પીવામાં આવે તો ખુબજ લાભદાયી છે. આ પાણી કેટલું પીવું જોઈએ તે લેખના અંતમાં કહેલું છે તે ભૂલ્યા વગર વાંચવું. જેથી તમને આ પાણીનો ઉત્તમ લાભ મળી શકે. નહિ તો આ પાણીનો પૂરો લાભ નહિ લઇ શકો.

  • વજન ઘટાડવા

તમે જોઈતા હશો કે, નાની ઉમરમાં જ વજન વધવું એ એક મોટો પ્રોબ્લેમ છે, આજકાલ બધા વ્યક્તિ આ વજન ઘટાડવા માંગે છે. તો તે વ્યક્તિએ  એક્સર્સાઈજ સાથે તાંબામાં રાખેલું પાણીનું સેવન કરવું જોઈએ તે પાણી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે અને શરીરમાં સ્ફૂર્તિનો અહેસાસ થાય છે.

  • વાળ તુટવા અને આંખોની પ્રોબ્લેમ્સ. 

જે લોકોને વાત ખરવાની કે, આંખોથી દ્રષ્ટિની કમી હોય તો તે લોકોના શરીરમાં તામ્ર તત્વની કમી હોઈ શકે છે. તો તેવા લોકોએ તાંબાના પાણીનું જરૂર સેવન કરવું. તેનાથી જરૂર આ પરેશાનીમાંથી છુટકારો મળશે. પણ તાંબાનાં પાણીનું સેવન કેવી રીતે કરવું તે ખાસ જાણવું. તે અંતમાં લખેલું છે. જો તે ફોલો નહિ કરો તો વધુ ફાયદો નહિ લઇ શકો.

  • કફની સમસ્યા માટે

ઘણા લોકોને કફની સમસ્યા હોય છે અને તે નથી જાણતા કે, તાંબાના વાસણમાં પાણી પીવાથી કફની સમસ્યા દૂર થાય છે. જે લોકોને કફની સમસ્યા હોય તેણે તાંબાના વાસણમાં પાણી સાથે 2 કે 3 તુલસીના પાન નાખી દેવા જોઈએ અને પછી તે પાણીનું સેવન સવારે કરવું જોઈએ તેનાથી કફની સમસ્યામાં ઘણી રાહત મળે છે. તાંબાના વાસણમાં રાખેલૂ પાણી પીવાથી ખરાબ સ્કીન દૂર થાય છે અને ચહેરો હંમેશા ચમકતો રહે છે.

  • પેટના રોગો માટે ઉપયોગી 

પેટની સમસ્યા માટે પણ આ પાણી એક રામબાણ ઈલાજ છે. એસિડિટી, ગેસ, તેમજ આંતરડાની સમસ્યા માટે તાંબાનું પાણી ખુબ ઉપયોગી છે. આવી નાની સમસ્યા માટે તમારે ડોક્ટર પાસે જવું નહીં પડે. તાંબામાં રાખેલા પાણીના સેવનથી શરીરના ખરાબ તત્વો બહાર નીકળી જાય છે અને તેનાથી પાચનતંત્ર મજબુત બને છે.

  • ચામડી માટે ઉપયોગી 

આજકાલ ત્વચા માટે બ્યુટીપાર્લરના ખર્ચા વધી ગયા છે, અને અમુક લોકોનું એવું માનવું છે કે, સારી કોસ્મેટીક પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે પણ લોકો તેની હકીકત નથી જાણતા કે કોસ્મેટીક પ્રોડક્ટ ગમે તેવી સારી હોય પણ હકીકતે ત્વચાને થોડું-ઘણું નુકશાન તો કરે જ છે. ત્વચાને ગ્લો કરાવવા મોંઘી કોસ્મેટિકની જરૂર નથી રોજે સવારે નિયમિત તાંબાના વાસણમાં રાખેલા પાણીના સેવનથી જ ત્વચા ગ્લો કરે છે અને ત્વચા પર કોઈ પાન જાતનું ઇન્ફેક્ષન આવતું નથી.

  • તણાવ ઘટાડવા શું કરવું 

આજ-કાલના લોકોને ખુબજ કામનો અથવા પરિવારની સમસ્યાનો તણાવ રહે છે અને તેનાથી હ્રદયની સમસ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમસ્યા માટે નિયમિત તાંબાના વાસણમાં રાખેલા પાણીનું સવારે ઊઠીને સેવન કરવું જોઈએ તેનાથી શરીમાં રક્તનો સંચાર સારી રીતે થાય છે અને તેનાથી હ્રદય મજબૂત બને છે અને હ્રદય સબંધિત સમસ્યાનું પ્રમાણ ઘટે છે તેમજ શરીર નીરોગી રહે છે.

  • તાંબાનું પાણી કેટલું પીવું જોઈએ. 

આયુર્વેદના પ્રખર જાણકાર એવા સ્વ. શ્રી રાજીવ દિક્ષિતએ કહ્યું હતું કે, શરીરમાં તામ્ર ધાતુની કમી સર્જાય ત્યારે ત્મ્બનું પાણી પીવું ખુબ લાભદાયક છે. પરંતુ તાંબાનું પાણી સતત ના પીવું જોઈએ. તેણે ૩ મહિના પીવું અને પછી 1 મહિનો આરામ આરામ લેવો. ફરી ૩ મહિના પીવું અને ફરી 1 મહિનો ના પીવું. આ રીતે ક્રમશ પીવું જોઈએ. નહિ તો વળી નવી બીમારીનો સામનો પણ કરવો પડી શકે છે. તો આ રીતે તાંબાનું પાણી પીવું જોઈએ. સતત તાંબાનું પાણી પીવાથી બચવું જોઈએ.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *