માત્ર સાત દિવસમાં ચહેરા પરના કાળા ડાઘ જળમાંથી દૂર કરો.
આજે આપણે વાત કરવાના છીએ જેમાં આખ નીચે કાળા કુંડાળા થઈ જાય છે. કે પછી ઉપર ખીલ થયા પછી કાળા ડાઘા પડી જાય છે તો તેને દૂર કરવા માટેની આજે અમે તમને ટિપ્સ બતાવીએ છીએ.

કાકડીનો રસ બે ચમચી, બટાકાનો રસ બે ચમચી, મધ અડધી ચમચી, એલોવેરા અડધી, ચમચી ગુલાબજળના ચાર-પાંચ ટીપા અને એક વિટામિન ઈ ની કેપ્સુલ આ આ બધું મિક્સ કરી અને પેસ્ટ બનાવી દેવાની છે.
રાત્રે સૂતી વખતે જ્યાં ડાઘ હોય ત્યાં લગાડી સૂઈ જવાનું અને તેને સવારે ધોઈ નાખવું, અથવા દિવસે લગાડવું હોય તો મીનીમમ એક કલાક રાખી ધોઈ નાખવું.
રોજ તમે આ પ્રયોગ કરશો તો થોડા જ દિવસોમાં તમારા બ્લેક કાળા ડાઘ ઓછા થવા લાગશે.
તો આ બહુ જ સરસ સસ્તો એને બહુજ સરળ નુક્શાન ન કરે એવો પ્રયોગ છે અને અમારા સારા સિદ્ધ અનુભવ પ્રયોગ છે, તો તમે ઘરે જરૂર અજમાવજો.