મહિલાને લગ્ન પ્રસંગે ચાલુ ગરબા રમતા આવ્યો એટેક
જુઓ વિડિયો: મહિલાને લગ્ન પ્રસંગે ચાલુ ગરબા રમતા આવ્યો એટેક અને થયું મોત..
રૂપાલમાં બાળક તેડીને ગરબે રમતી મહિલાને હાર્ટ-અટેક આવ્યો અને ઢળી પડી, પિયરમાં લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાનું મોત.
ગાંધીનગર જિલ્લાના ખાનપુર ગામમાં રહેતી 45 વર્ષીય કલ્પનાબેન ગઢવી પોતાના પિયર રૂપાલમાં લગ્ન હોવાથી ત્યાં ગયાં હતાં. લગ્ન પ્રસંગ હોવાથી ગરબાનું આયોજન કરાયું હતું,
જેમાં કલ્પનાબેન પણ ગરબે ઘૂમી રહ્યાં હતાં. આ દરમિયાન કોઈને પણ ખબર નહિ હોય કે આ પ્રસંગ એકદમ દુઃખમાં ફેરવાઈ જશે. કલ્પનાબેનને અચાનક હાર્ટ-અટેક આવ્યો અને તેઓ ગરબામાં જ નીચે પડી ગયાં હતાં,
જેમાં તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે અને અત્યંત ચોંકવનારાં દૃશ્યો સામે આવ્યાં છે.
જુઓ વિડિયો: મહિલાને લગ્ન પ્રસંગે ચાલુ ગરબા રમતા આવ્યો એટેક અને થયું મોત.. 😲😲 pic.twitter.com/ba3buLQoMV
— AAPNU BHAVNAGAR (@apnubhavnagar) December 11, 2020