સિહોરના તબીબોએ ૭ માસના બાળકનું હ્દય ઓપરેશન કરાવી નવજીવન આપ્યું :
બાળકના પરિવારમાં ખુશીઓનો પાર નથી
સલીમ બરફવાળા..
કોરોના ની મહામારી વચ્ચે તબીબોની ટિમ જે માનવતાઓ સાથે કામ કરે છે તે જોતા લાગે છે. કે ફરજ પરના ડોકટર નહિ પણ ભગવાન છે સિહોર આરોગ્ય વિભાગના અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે.
સિહોરના ગુંદાણા વિસ્તારમાં રહેતા એક પરિવારના ૭ માસના બાળકનું હદયનું ઓપરેશન કરીને પરિવારમાં એક ખુશીઓ આપી છે.
સિહોરના ગૂંદાણા વિસ્તારમાં રહેતા નીતિનભાઈ બારૈયા તેમનો ૭ માસના પુત્ર જેઓને હદયની તકલીફ અને બીજી તરફ કોરોનાનું સક્રમણ બીજી તરફ ધંધા રોજગાર બંધ આર્થિક સંકડામણ વચ્ચે જીવતા પરિવારને પોતાના ૭ માસના બાળકની ચિંતા હતી.
તે દરમિયાન સરકારના બાળ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ ચાલે છે જેમાં બાળકોની તપાસણી કરીને હૃદય, કિડની, કેન્સર કલબ ફુટ, કલબ પેલેટની તકલીફ વાળા બાળકને શોધી સંદર્ભ સેવામાં સારવાર-ઓપરેશન મફત થાય છે.
સિહોર ગૂંદાણા ગામના હદયની તકલીફ બાળકના ભવિષ્યની ચિંતા થઈ હતી. પણ સિહોર તાલુકા હેલ્થ કચેરીના આર.બી.એસ.કે ડોક્ટરની ટીમ સ્થળ પર તપાસમાં જઈને વાલીને આશ્વસન આપેલ કે આ હદય ની તકલીફ છે. જેની સારવાર શક્ય છે. તેને તપાસ કરીને સંદર્ભે સેવામાં ભાવનગર ખાતે મફત સારવાર મળેલ છે. જેથી બાળકના ભવિષ્યની ચિંતા દૂર થઈ છે.
મુશ્કેલીવાળા પરિવારમાં શાળા આરોગ્ય કાર્યક્રમ મુસ્કાનનું કારણ બન્યું છે. આ કામ રૂપલબેન વૈષ્ણવ, સંજયભાઈ ખીમાંણી, આશાબેન, પૂજાબેન, વનિતાબેન દ્વારા કરવામાં આવેલ..
આ પરિવારનો ખૂશીનું કારણ બનવા બદલ તાલુકા હેલ્થ કચેરીના ડો.જયેશભાઈ વકાણી-તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત દ્વારા શુભેચ્છા અપાઈ હતી.
અને બાળકના પરિવારે આભારની લાગણી વ્યક્ત કરી હતી