હેલ્મેટના નિયમ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને-સામને, ગુજરાત સરકારે રોડ એન્ડ સેફ્ટી ઓથોરિટીને આપ્યો જવાબ..
શહેરી વિસ્તારોમાં દ્વિચક્રી વાહનચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાના નિર્ણય મુદ્દે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં હોય તેમ જણાય છે.
રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય કરતા સુપ્રીમકોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો.
રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે, આ મુદ્દે પોતાની રીતે નિર્ણય કરવાનો રાજ્ય સરકારને હક છે. રાજ્ય સરકારને લાગશે તો જ હેલ્મેટનો નિયમ ફરીથી લવાશે.
રાજ્ય સરકારે વધુ સ્પષ્ટતા કરી છે કે રાજ્યના કાયદા પ્રમાણે જ નિયમ મરજીયાત કરવામાં આવ્યો છે.