Thursday, November 30, 2023
Home Yojana પોતાનો બિઝનેસ શરૂ કરવા સહાય યોજના

પોતાનો બિઝનેસ શરૂ કરવા સહાય યોજના

પોતાનો બિઝનેસ શરૂ કરવા સહાય યોજના

કોરોના વાયરસ મહામારીને (Covid-19 Pandemic)કારણે સમગ્ર દેશમાં ઘણા પ્રકારના ધંધાઓ બંધ થઈ ગયા છે. સંખ્યાબંધ કારોબાર સમેટાઈ ગયા. પરંતુ, તક તૈયાર છે. આત્મનિર્ભર ભારત (Aatmanirbhar Bharat Mission) બનવાની રાહમાં સૌથી જરૂરી છેકે, પોતે મજબૂત બનવું. પીએમ નરેન્દ્ર મોદી આ વાતનો ઉલ્લેખ વારંવાર કરતાં રહે છે. મોદી સરકાર બંધ થયેલાં કરોબારને ફરીથી ઉભો કરવા માટેની તક આપી રહ્યો છે.

મોદી સરકારની યોજનાઓનો આનંદ

જો તમે લોકડાઉન (Lockdown) પછી પોતાના ધંધાની શરૂઆત કરવા માંગો છો તો કેન્દ્ર સરકાર (Central Government)તેમા તમારી મદદ કરશે.

નાનો કારોબાર શરૂ કરવા અથવા જૂના કારોબારને વધારવા માટે સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોનની ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

બેંક નથી તો અહીંથી મળશે લોન

મોદી સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ની શરૂઆત કરી હતી. આ યોજના સામાન્ય રીતે એવા લોકો માટે વધારે કારગર છે, જેમને બેંકોનાં નિયમો પૂરા ન કરવાને કારણે પોતાનો કારોબાર શરૂ કરવા માટે લોન નહી મળે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ જે માણસ આવે છે તે દરેક લઈ શકે છે. જેના નામે કોઈ કુટીર ઉદ્યોગ છે અથવા જેમની પાસે પાર્ટનરશિપનાં દસ્તાવેજ છે.

આ પણ વાંચો :

જો તમારી પાસે પણ છે આવો સિક્કો તો તમે ૧૦ લાખ રૂપિયા કમાઈ શકો છો
દર મહિને મેળવો પેન્શન
ગુજરાત મકાન સહાય યોજના 2020

નાના ઉદ્યોગપતિઓ અને દુકાનદારો લોન લઇ શકે છે

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ ત્રણ તબક્કામાં લોન આપવામાં આવે છે. સરકારે તેને શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોન યોજનામાં વહેંચી દીધી છે. શિશુ લોન યોજના – આ યોજના હેઠળ દુકાન ખોલવા માટે 50,000 રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. કિશોર લોન યોજના- આ યોજનામાં લોનની રકમ 50,000 રૂપિયાથી 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તરુણ લોન યોજના- જો તમારે નાનો ઉદ્યોગ શરૂ કરવો હોય તો તરુણ લોન યોજનામાં 5 લાખથી 10 લાખની લોન લઈ શકાય છે.

લોન કોણ લઈ શકે ?

પ્રધાનમંત્રી મુદ્રા યોજના માત્ર નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે છે. જો તમે કોઈ મોટો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય, તો તમને આ યોજના હેઠળ લોન નહીં મળે. આ યોજના હેઠળ નાના એસેમ્બલિંગ એકમો, સેવા સેક્ટરનાં એકમો, દુકાનદારો, ફળ/શાકભાજી વિક્રેતાઓ, ટ્રક સંચાલકો, ખાદ્ય-સેવા એકમો, સમારકામની દુકાનો, મશીન કામગીરી, નાના ઉદ્યોગો, હસ્તકલા, ફૂડ પ્રોસેસિંગ એકમો શરૂ કરવા માટે આ યોજના હેઠળ લોન લઈ શકાય છે. છે.

ક્યાંથી મળશે લોન ?

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ કોઈપણ સરકારી બેંક, ગ્રામીણ બેંક, સહકારી બેંક, ખાનગી બેંક અથવા વિદેશી બેંકો પાસેથી લોન લઈ શકાય છે. આરબીઆઈએ મુદ્રા લોનનું વિતરણ કરવા માટે 27 સરકારી બેંકો, 17 ખાનગી બેંકો, 31 ગ્રામીણ બેંકો, 4 સહકારી બેંકો, 36 માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અને 25 નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) ને સત્તા આપી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશેની વધુ માહિતી માટે, સંપૂર્ણ વિગતો સત્તાવાર વેબસાઇટ mudra.org.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

સોર્સ

RELATED ARTICLES

Most Popular

Recent Comments