હાલ સોશ્યલ મીડિયાના સમયમાં લોકોના જીવનમાં કાંઈ પણ અંગત જીવન જેવું રહ્યું નથી. ત્યારે સોશિયલ મીડિયામાં અનેક એવા ઓડિયો અને વીડિયો વાયરલ થતા હોય છે. જે તેના અંગત જીવનને લોકો સામે ખુલું પાડે છે. ઘણી વખત નાની એવી વાત પણ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ જતી હોય છે. ત્યારે તાજેત્તરમાં જ એક એવી ઓડિયો ક્લિપ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ત્યારે હાલ સોશિયલ મીડિયા પર હિના અને MI પર એક વાયરલ ઓડિયો ક્લિપ ધૂમ મચાવી રહી છે.
આ ઓડિયોમાં ફોન કોલ પર કરવામાં આવેલી વાત સાંભળવા મળે છે. જેના પરથી લાગે છે કે MIનો ફોન ભેટમાં આપ્યો હોવાથી વાત સગાઈ સુધી પહોંચી જાય છે. આ ઓડિયામાં હિના નામની છોકરીની સગાઈ થઈ છે. અને તે અપેક્ષા રાખે છે કે સાસરીપક્ષના લોકો તેને IPHONE ગીફ્ટમાં આપે જેથી એવું લાગે કે તેઓ ખૂબ સમૃદ્ધ છે.
આ ઓડિયોમાં વાતચીત દરમ્યાન સગાઈ થઈ હોય છે તે યુવતીની બહેનનું કહેવું છે કે, અમારી છોકરીના શોખ ખૂબ ઉંચા છે તે IPHONE વાપરે છે. અને છોકરાએ MI ફોન ગીફ્ટમાં આપ્યો હોવાથી બધા સાવ સસ્તો ફોન ગીફ્ટમાં આપ્યો હોવાની વાત કરે છે.
આ ઓડિયોએ સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી છે તેમજ હીના અને MI અંગેના મિમ્સ તેમજ જોક્સ પણ જોવા મેળે છે. ત્યારે આજકાલ આ બંને ટોપિક ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ ઓડિયોમાં કેટલું તથ્ય છે તે અંગે પૂષ્ટિ કરતા નથી.