ઓનલાઇન આવક કઇ રીતે કરી શકાય?
કોરોના મહામારીના સમયમાં શિક્ષણથી લઇ જોબ ઓનલાઇન થઇ ગઇ છે. ત્યારે યૂઝર્સ ઓનલાઇન રહી આવક કઇ રીતે મેળવી શકે તે પણ એક મોટો પ્રશ્ન છે. હવે, ન્યુ નોર્મલમાં ઓનલાઇન રહીને આવક કઇ રીતે મેળવવી તે બાબતે માહિતી હોવી ખુબ જ જરૂરી છે. આજના સમયમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ એવું વિચાર કરતો થઈ ગયો છે કે મૂળ આવકની સાથે સાથે ઓનલાઇન આવક સલામત માધ્યમથી કેવી રીતે મેળવી શકાય. ત્યારે આજના આ લેખમાં વાંચકોને તેનીજ સુરક્ષીત માહિતી આપવનાો પ્રયાસ કર્યો છે.
ઓનલાઇન આવક કઇ રીતે કરી શકાય ?
ઓનલાઇન ટીચિંગ :
ફેસબૂક કે અન્ય સોશિયલ મીડિયા પર યૂઝર પોતાની ચેનલ શરૂ કરીને જ્ઞાનને સમાજના લોકો સુધી પહોંચાડી શકે છે. જેનાથકી ઓનલાઇન કમાણી પણ કરી શકાય છે.
સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર :
યૂઝર્સના સોશિયલ મીડિયામાં ફેલોઅર્સની સંખ્યા વધારે હોય ત્યારે સારા ઈન્ફ્લુએન્સર બનીને ઓનલાઇન કમાણી કરી શકાય છે. તેમજ કન્ટેન્ટને યુ-ટયૂબ, ફેસબુક,ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટ્ટર જેવા માધ્યમ થકી લોકો સુધી પહોંચાડી શકે છે. જેમાં ખાસ માર્કેટ ટ્રેન્ડને ઓળખીને તેવાજ સારી કન્ટેન્ટ ધરાવતા વિડિઓ અને વેબ મટીરીઅલ ફેલોઅર્સ સુધી પ્રસારિત કરવા ખુબ જ અગત્યનું છે.
ફ્રીલાન્સર :
શું તમારામાં કોઈપણ વિષય સંદર્ભે નિપુણતા હોય અને તમે કોઈ એક સંસ્થા માટે જ કાર્ય કરતા હો તો તમે ઘરેથી પોતાનો બીઝનેસ શરૂ કરીને ઘણી બધી સંસ્થાઓ માટે એ જ નિપુણતાનો ઉપયોગ કરીને આવક મેળવી શકો છો. જેમાં ફયદો એ છે કે તમારું જ્ઞાન તમે અત્યાર સુધી માત્ર એક સંસ્થા સાથે શેર કરતા હતા. તેની જગ્યાએ હવે, જ્ઞાન તમે ઘણી બધી સંસ્થા સાથે શેર કરી આવક મેળવી શકો છો.
એફ્લિેટેડ માર્કેટિંગ :
અત્યારના સમયમાં એફ્લિેટેડ માર્કેટિંગ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેમાં એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જેવી સંસ્થાઓ સાથે કરાર કરીને તેમની લિંક શેર કરીને સોશિયલ મીડિયા માધ્યમ થકી તમારા ફેલોઅર્સ સુધી પહોંચાડવાની હોય છે. જેના થકી યૂઝરને કમિશનર મળતું હોય છે.
ગ્રાફ્ક્સિ એડિટર :
આજેદરેક વસ્તુમાં બ્રાન્ડિંગની જરૂર છે. બ્રાન્ડીંગ માટે એક ચોક્કસ પ્રકારનો લોગો હોવો ખુબ જરૂરી છે. જો તમે સારા ગ્રાફ્કિસ ડિઝાઇનર હો તો બ્લોગર કે ઈનફ્લુએન્સર તમારો સંપર્ક સાધીને તમને ઘણું બધું કામ આપી શકે છે. તેમજ આજકાલ કાર્ટુન વિડીયોનું ચલણ ખૂબ જ વધ્યું છે. તેવા સમયે આ સ્ત્રોત થકી અઢળક આવક મેળવી શકાય છે.
ડબિંગ આર્ટિસ્ટ :
ડબિંગ આર્ટિસ્ટની આજના સમયમાં સૌથી વધારે તાતી જરૂરિયાત છે કારણ કે લોકો દરેક બાબતને પોતાની માતૃભાષામાં સમજવાનો પ્રયત્ન કરે છે. કોઇ પણ કન્ટેન્ટ માતૃભાષામાં યૂઝરને આપવામાં આવે તો તેની અસરકારકતા ખૂબ જ વધી શકે છે. પરિણામે જો તમારું ભાષા પર પ્રભુત્વ હોય તો તમે તમારા કેરિયરને ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ શરૂ કરી શકો છો.
ઓનલાઈન કન્સલ્ટન્ટ :
હાલના સમયમાં સર્વિસ સેક્ટર સૌથી વધારે અસરગ્રસ્ત થયું છે. જેમાં સારામાં સારું યુવાધન અને ટેલેન્ટ આજે પોતાના ફ્લ્ડિને છોડીને આવક માટે અન્ય ફ્લ્ડિ તરફ વળી રહ્યા છે. પરંતુ તમે ઓનલાઇન કન્સલ્ટનસી પણ પોતાના ફ્લ્ડિ સંદર્ભે શરૂ કરી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોનો સંપર્ક સાધીને તેમજ સ્પોન્સર એડ્સ પ્રસારિત કરીને સારી આવક મેળવી શકાય છે.
બ્લોગર :
આજના સમયમાં બ્લોગિંગ પણ સૌથી વધારે પસંદગી પામતું ફિલ્ડ છે. જેમાં લોકો બ્લોગ લખીને આવક ઉભી જ કરી શકે છે. પોતાના બ્લોગને બનાવવા માટે તેને એક ડોમેઇન ખરીદવું પડે છે. ત્યારબાદ પોતાની વેબસાઇટ બનાવીને તેના થકી પોતાના તેમજ અન્યના જ્ઞાનને સમાજ સુધી પહોંચાડવાનું હોય છે. દરમિયાન સોશિયલ મીડિયા સહિતના જુદા જુદા પ્લેટફોર્મની જાહેરાત તમારી વેબસાઇટ પર કરીને આવક મેળવી શકાય છે.