હવે ઘરે બેઠા પણ આપ મગાવી શકશો હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ
સરકારે જાહેર કરેલી નવી ગાઈડલાઈન અનુસાર હવે હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવી ફરજિયાત થઈ ગઈ છે. ત્યારે આવા સમયે લોકોને આમતેમ ભટકવુ ન પડે તેના માટે નંબર પ્લેટની હવે હોમ ડિલીવરી પણ શરૂ થઈ ગઈ છે. જેના માટે તમારે બસ થોડો વધારે ચાર્જ ચુકવવાનો રહેશે.
આપને જણાવી દઈએ કે,હોમ ડિલીવરી માટે 100થી વધારે લોકોને લગાવી દેવામાં આવ્યા છે. સાથે જ ડિલરને ત્યાં પણ નંબર પ્લેટ અને કલર કોડ સ્ટિક લગાવવાની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આ સમયે ત્રણ હજારથી વધારે નંબર પ્લેટ અને કલર કોડ સ્ટીકર તૈયાર કરવાનું કામ થઈ રહ્યુ છે.
આમ જોવા જઈએ તો, જ્યારે પણ નવું વાહન ખરીદો ત્યારે ડીલર હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવીને જ આપે છે.
પણ જો તમારા વાહન પર હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ નથી, તો તમારે અપ્લાઈ કરવાનું રહેશે. જે બાદ મોટા વાહનો માટે 600-1100 રૂપિયા અને ટૂ-વ્હિલર માટે 600-1100 રૂપિયા વચ્ચેની કિંમત આપીને તમે આ પ્લેટ મેળવી શકો છો.
ઘરે બેઠા હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ અને કલર કોડ સ્ટીકર મંગાવા માટે તમારે અલગથી ચાર્જ આપવાનો રહેશે. જેમાં માટે કારની નંબર પ્લેટ માટે તમારે 250 રૂપિયા અને ટૂ-વ્હિલર માટે 125 રૂપિયા ચુકવવાનો રહેશે.
આવી રીતે કરો અપ્લાઈ
- સૌથી પહેલા સર્ચ એન્જિનમાં જઈ bookmyhsrp.com લખીને સર્ચ કરો.
- અહીં HSRP અને કલર કોડ સ્ટીકરનો ઓપ્શનમાંથી કોઈ એક પસંદ કરો.
- ખાનગી વાહન અને સાર્વજનિક વાહનમાંથી કોઈ એક પસંદ કરો.
- હવે વાહન પેટ્રોલ, ડીઝલ, સીએનજી, ઈલેક્ટ્રિક વ્હીકલનું ઓપ્શન પસંદ કરો.
- વાહનોની કેટેગરી ખુલશે. જેમ કે, સ્કૂટર, બાઈક, ગાડી, ઓટો, ભારે વાહનમાંથી કોઈ પસંદ કરો.
- હવે તમારા વાહન વિશે કંપની વિશે જાણકારી ભરો.
- બુકીંગ બાદ એસએમએસ દ્વારા અપડેટની જાણકારી મળશે.
- બુકીંગ તારીખથી પહેલા ઓછામાં ઓછા બે દિવસ પહેલા જાણ કરવામાં આવશે.
- અહીં તમે વેબસાઈટ પર હોમ ડિલીવરી માટે અરજી કરી શકો છો.