આપણે જાણીએ છીએ એ કે ગુજરાતી ભાષા આપણી માતૃ ભાષા છે, અને આપણને તેનો ગર્વ હોવો જ જોઈએ, પણ હાલ ગુજરાતી વાર્તા કે ગુજરાતી સાહિત્ય વાંચનારો કે સંભાળનારાનો વર્ગ ઘટી રહ્યો છે,જેમાં હાલ યુવા વર્ગ સોશીયલ મીડિયા અને નાના બાળકો યુટ્યુબ વિડીઓ તેમજ વિડીઓ ગેમમાં ખોવાય ગયા છે, ત્યારે હાલના ડિજીટલ યુગમાં બાળકોને સોશીયલ મીડિયાના માધ્યમથી ગુજરાતી ભાષામાં પોતાના જ અવાજમાં નાના નાં બાળકો માટેની વાર્તાની ઓડિયો બનાવી ફ્રીમાં સેર કરે છે,
ચાલો મળીયે એવા શ્રી દિક્પાલસિંહ જાડેજા જેઓ એમ, કે, ભાવનગર યુનિવર્સીટીમાં ગુજરાતી ભવનમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરે છે, તેઓ ગુજરાતી ભાવનમાં પોતાના વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંતનો સમય કાઢીને નાના નાના ભૂલકાઓ માટે વાર્તાની ઓડીઓ બનાવી યુટ્યુબ તેમજ તેમની ટેલીગ્રામ ચેનલમાં અપલોડ કરી બાળકોને રોજ નવી નવી વાર્તાઓ સંભળાવે છે,
જેમના અવાજમાં રેકોર્ડ કરેલી વાર્તાઓ હાલ હજારો ઘરના બાળકો રોજ સાંભળે છે, અને તેમનો અવાજ પસંદ આવે છે.
ભાવનગરનું લોકપ્રિય એવું આપણું ભાવનગર ગ્રુપના એડમીન કલ્પેશસિંહ ઝાલાએ તેમની સાથે સીધીજ વાર્તાલાપ કરીને કેટલાક પ્રશ્નોનો તેમની સામે રજુ કર્યા…
૧, આપને આ વાર્તા બનાવવાનો વિચાર ક્યારે આવ્યો ? તેમનો જવાબ – આજથી દોઢેક વર્ષ પહેલા. ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ પહેલી બાળવાર્તા રેકૉર્ડ કરી.
૨, તેમજ આ વાર્તા બનાવવાના વિચાર પાછળ કોઈ વ્યક્તિ છે ? કે આ વિચાર તમારો પોતાનો જ છે ? તેમનો જવાબ – આમ તો બાળવાર્તાના ઓડિયો કરવા એ વિચાર મને એમ જ one fine morning આવેલો.
૩, આપને સોશીયલ મીડિયાનું ટેકનોલોજીનું જ્ઞાન કોને આપ્યું ? કે તમે જાતે જ શીખ્યા ? તેમનો જવાબ – જાતે શીખ્યો.
૪, શું તમે આ વાર્તાઓ જાતે જ લખો છો ? તેમનો જવાબ – ના. આ ૪૧૫ બાળવાર્તાઓમાં દેશ-દુનિયાના અનેક જાણીતા લેખકોની બાળવાર્તાઓ છે. વળી, રામાયણ, મહાભારત, પુરાણ કથાઓ, કથાસરિત્સાગર, વૈતાલપચીસી, વગેરેમાંથી કરી છે.૫, તમારા આદર્શ ગુરુ કોણ છે ? તેમનો જવાબ – શ્રી તખ્તસિંહજી પરમાર અને ડૉ. મહેન્દ્રસિંહ પરમાર
૬, તમે જે રેકોર્ડરનો ઉપયોગ કરો છો તે કોને સજેસ્ટ કર્યું ? તેમનો જવાબ – આ રેકોર્ડર મને સર પી.પી.સાયન્સ કૉલેજના મારા વડીલ પ્રૉફેસર શ્રી આશીષ શુક્લએ ભેટ આપેલ.
તેમની ટેલીગ્રામમાં જોડવા અહી લીંક પર ક્લિક કરી જોડવો.. https://t.me/iamstoryteller
[su_button url=”https://t.me/iamstoryteller” target=”blank” style=”flat” background=”#ef852d” color=”#ffffff” size=”7″ radius=”0″ icon=”https://www.apnubhavnagar.in/wp-content/uploads/2019/07/hu-chhu-varta-kahenaro-2.jpg” title=”Click For View”]અહી ક્લિક કરો [/su_button]