Friday, June 9, 2023
Home News રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે નિર્ણય

રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે નિર્ણય

રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો,

કોરોનાના હાહાકારને કારણે રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આજે થયેલી શૈક્ષણિક મહાસંઘની મીટિંગમાં આ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં.


દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. દિવાળી બાદ પણ શાળા શરુ થઈ જ જશે એવું નથી.

બાળકો સ્કૂલે જશે તો પણ આ વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે
1. ફેસ માસ્ક પહેરવું પડશે.

2. બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.

3. ગમે ત્યાં થૂંકી નહીં શકે.

4. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.

5. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.

6. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.

7. હાથ ગંદા ન દેખાય તોપણ એને ધોવા પડશે.

8. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, એને પ્રોત્સાહન અપાશે.

9.બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે, પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.

10. સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ રહેશે.

11.એસી લાગેલું હશે તો એનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.

12. એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.

13. કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો ખોલવાની પરવાનગી અપાશે.

14. સ્કૂલે જનારા વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.

15. જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈનના આધાર પર જ થઈ શકે છે, પણ સ્વિમિંગ પૂલ બંધ રહેશે.

16. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.

17. સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશન આપવાનું રહેશે.

18. પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટિકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.

19. ઢાંકી શકાય તેવી ડસ્ટબિન (કચરાપેટી) હોવી જોઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.

20. સફાઈકામદારોને કામ પર લગાવતાં પહેલાં યોગ્ય તાલીમ આપવાની રહેશે.

21. વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એકબીજાની સાથે આપ-લે કરી શકશે નહીં.

22. પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એક સાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં.

RELATED ARTICLES

Most Popular

Recent Comments