Tuesday, June 6, 2023
Home Government ભૂલ્યા વગર 31 માર્ચ પહેલા ઇન્કમટેક્સના આ પાંચ કામ પતાવી લેજો નહીં...

ભૂલ્યા વગર 31 માર્ચ પહેલા ઇન્કમટેક્સના આ પાંચ કામ પતાવી લેજો નહીં તો ચૂકવવો પડશે દંડ

નાણાકીય વર્ષ 2022-23 સમાપ્ત થવામાં લગભગ એક સપ્તાહ બાકી છે. જો તમે હજુ સુધી ટેક્સ અને રોકાણ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કામકાજ પતાવ્યું નથી, તો છેલ્લી તારીખે ભાગદોડ અને દંડથી બચવા માટે તેને બને તેટલા વહેલા પતાવી લો.

નવું નાણાકીય વર્ષ (2023-24) 1 એપ્રિલ 2023થી શરૂ થશે. પરંતુ કેટલાક કામકાજ એવા છે જે નાણાકીય વર્ષ 2022-23 સમાપ્ત થાય તેની પહેલા જ પુરા કરવા જરૂરી છે. મોટાભાગના કરદાતાઓ સામાન્ય રીતે ટેક્સ સંબંધિત તમામ કામગીરી પતાવી દેતા હોય છે, તેમજ છતાં લોકો સમયના અભાવે અને આળસના લીધે સમયસર કામગીરી પુરી કરતા નથી. અમે તમને ટેક્સ સંબંધિત મહત્વપૂર્ણ 5 કામકાજ વિશે વિશે જણાવી રહ્યા છીએ જે 31 માર્ચ પહેલા પતાવી દેવા જરૂર છે.

ફોર્મ- 12BB જમા કરવો
જો તમે પગારદાર કર્મચારી છો, તો તમારે નાણાંકીય વર્ષ 2022-23 માટે તમારી કંપની પાસે ફોર્મ – 12BB જમા કરાવવું પડશે. આમ કરવાથી તમે રોકાણ અને ખર્ચ પર ટેક્સ ક્લેમ કરી શકો છો. ફોર્મ- 12BB માં તમે તમારા હોમ રેન્ટ એલાઉન્સ, લોંગ ટર્મ કેપિટલ, હોમ લોનના વ્યાજની ચૂકવણી વગેરે જેવી જાણકારી આપવાની હોય છે.

વીમા પોલિસીનe ઉંચા પ્રીમિયમ પર કર મુક્તિ મેળવો
જો તમે 5 લાખ રૂપિયાથી વધારે વાર્ષિક પ્રીમિયમવાળી વીમા પૉલિસી લીધી હોય, તો તમને 1 એપ્રિલ પછી પાકતી રકમ પર કોઈ ટેક્સ રિબેટ મળશે નહીં. બજેટ 2023માં કરવામાં આવેલી જાહેરાત અનુસાર, હવેથી 5 લાખ રૂપિયાથી વધારે વાર્ષિક પ્રીમિયમ વાળી ઇન્સ્યોરન્સ પોલિસીને નવા નાણાકીય વર્ષમાં કરપાત્ર માનવામાં આવશે. પરંતુ જો 31 માર્ચ 2023 સુધી સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવીને તમે ટેક્સની બચત કરી શકો છો. અલબત્ત, આ નિયમ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પોલિસીમાં લાગુ થશે નહીં.

એડવાન્સ ટેક્સની ચૂકવણી
જે કરદાતાઓ TDS/TCS અને MAT ડિડક્ટ કર્યા બાદ 10,000 રૂપિયાથી વધારે કરવેરો ચૂકવે છે, તેમને ચાર હપ્તામાં એડવાન્સ ટેક્સ ચૂકવવો જરૂરી છે. કરદાતાઓએ 15 માર્ચ, 2023 સુધીમાં 2022-23 માટે એડવાન્સ ટેક્સ ચૂકવવો જરૂરી હતો. જો તમે 15 માર્ચ સુધીમાં એડવાન્સ ટેક્સ નથી ભર્યો તો 31 માર્ચ સુધીમાં ટેક્સ પેમેન્ટ કરી દો. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર એડવાન્સ ટેક્સ ન ભરવા પર તોતિંગ વ્યાજ ચૂકવવું પડી શકે છે.

ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની છેલ્લી તક
જો તમે નાણાકીય વર્ષ 2022-23 માટે ટેક્સ બચાવવા માંગો છો, તો રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. તમે આવકવેરા કાયદાની કલમ 80C અને 80D હેઠળ કરકપાતનો લાભ આપતી સેવિંગ્સ સ્કીમમાં રોકાણકરીને 1.5 લાખ રૂપિયા સુધીની કરકપાતનો લાભ ઉઠાવી શકો છો.

પાન – આધાર કાર્ક લિંક (PAN – Aadhaar card link)
PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. દેશમાં હજી પણ લગભગ 20 ટકા PAN કાર્ડ ધારકોએ તેમના આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવ્યા નથી. જો તમે હજુ સુધી PAN – આધારને લિંક કર્યા નથી, તો તમે 1000 રૂપિયા ફી ચૂકવીને 31 માર્ચ, 2023 સુધીમાં પાન-આધાર કાર્ડને લિંક કરી શકો છો. જો તમે પાન – આધાર કાર્ડને લિંક નહીં કરાવો તો 1 એપ્રિલથી તમારું PAN અમાન્ય થઈ જશે.

અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો
આકારણી વર્ષ 2020-21ની માટે અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની આ છેલ્લી તક છે. જો તમારે વધારે ટેક્સ ચૂકવવાથી બચવું છે તો વર્ષ 2021-22 અને 2022-23ની માટે અપડેટેડ ITRને 31 માર્ચ 2023 સુધી પણ ફાઇલ કરી શકો છો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments