Monday, October 2, 2023
Home Know Fresh જાણો જૂનાગઢનો આઝાદીનો દિવસ

જાણો જૂનાગઢનો આઝાદીનો દિવસ

જાણો જૂનાગઢનો આઝાદીનો દિવસ

દેશને આઝાદી મળ્યાના 85 દિવસ બાદ જૂનાગઢ આઝાદ થયું હતું, જૂનાગઢના પ્રથમ લોકશાહી મતદાનમાં ભારતને 1,91,688 અને પાકિસ્તાનને માત્ર 91 મત મળ્યા હતા.

15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશે અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થઈ આઝાદીનો પ્રથમ દિવસ અનુભવ્યો હતો, પરંતુ આઝાદી જૂનાગઢવાસીઓ માટે મળી ન હોતી.

ભારત આઝાદ થયાના 85 દિવસ બાદ જૂનાગઢને પૂર્ણ રૂપે આઝાદી મળી હતી. આઝાદી માટે આરઝી હકૂમતની સ્થાપના સાથે આરઝી હકૂમતના લડવૈયાઓએ બહુ મોટી કિંમત ચૂકવવી પડી હતી.

જૂનાગઢના પ્રથમ લોકશાહી મતદાનમાં ભારતને 1,91,688 મત અને પાકિસ્તાનને માત્ર 91 મત મળ્યા હતા.

9મી નવેમ્બરના રોજ જૂનાગઢના છેલ્લા નાયબ દીવાન હોર્વે જોન્સે જૂનાગઢ સ્ટેટનો કબજો વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટના રીજનલ કમિશનર નીલમ બૂચને સોંપતાં જૂનાગઢ સ્ટેટ પૂર્ણ રૂપે ભારતનો હિસ્સો બની ગયું હતું.

15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની સ્વતંત્રતા સાથે જૂનાગઢ સ્ટેટના છેલ્લા નવાબ મહાબતખાનજીએ જૂનાગઢ સ્ટેટને પાકિસ્તાન સાથે જોડાણ કરવા સહમત થતાં જૂનાગઢની પ્રજામાં માતમ છવાઇ ગયું હતું.

બહુવિધ હિન્દુ પ્રજા જૂનાગઢને પાકિસ્તાનના બદલે ભારત સાથે જોડાવાના પક્ષમાં હતી. તા. 24 સપ્ટેમ્બર 1947ના રોજ દિલ્હીની પ્રાર્થના સભામાં ગાંધીજીએ કહ્યું હતું કે ‘જૂનાગઢ મેં સે પાકિસ્તાન જાના ચાહિએ’ જેના અનુસંધાને 25 સપ્ટેમ્બરના રોજ મુંબઇના માધવબાગ ખાતે ન્યાલચંદ મુલચંદ શેઠના અધ્યક્ષસ્થાને મળેલી જંગી જાહેર સભામાં આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી

અને આરઝી હકૂમતના સરનશીન તરીકે શામળદાસ ગાંધી પર કળશ ઢોળાયો તેમજ અમૃતલાલ શેઠે તેમને સમશેર પણ ભેટ આપી હતી.

9મી નવેમ્બરના જૂનાગઢનો કબજો ઇન્ડિયા સ્ટેટના રીજનલ કમિશનર નીલમ બૂચને સોંપ્યા બાદ તા.13 નવેમ્બરના રોજ આરઝી હકૂમતની સેનાએ જૂનાગઢના ઉપરકોટ ખાતે વહેલી સુપ્રભાતે ધ્વજવંદન કર્યું હતું.

તે દિવસે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ, કાકા સાહેબ ગારગીલ સાથે કેશોદ એરોડ્રામ ખાતે પહોંચી બાદમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનમાં જંગી જાહેર સભા યોજી હતી તેમજ હિન્દુસ્તાનમાં રહેવા માગતા લોકો હાથ ઊંચો કરે, એ રીતે લોકોની ઇચ્છા પણ જાણી હતી.

આરઝી હકૂમતની તાકાત જોઇ નાસેલા નવાબ કરાંચી જવા એટલા ઉતાવળા હતા કે તેઓ પોતાની નવ બેગમો પૈકી બે બેગમને સાથે લઇ જવાનું ચૂકી ગયા હતા.

જ્યારે તેમના પ્રિય એવા નાટકનાં એક્ટર અમુ અને કેશોદના ડો.ત્રિભુવનદાસ તેમજ ડો. વસાવડાને કરાંચી સાથે લઇ ગયા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments