Friday, December 1, 2023
Home National ચીન સાથેના તણાવ વચ્ચે સરહદ પર ભારતે વાયુસેનાના યુદ્ધ વિમાનો તૈનાત એક્શનમાં...

ચીન સાથેના તણાવ વચ્ચે સરહદ પર ભારતે વાયુસેનાના યુદ્ધ વિમાનો તૈનાત એક્શનમાં…

ચીન સાથેના તણાવ વચ્ચે સરહદ પર ભારતે વાયુસેનાના યુદ્ધ વિમાનો તૈનાત એક્શનમાં…

LAC પર ચીન સાથેના તણાવ વચ્ચે સરહદ પર ભારતે પોતાની ગતિવિધિઓ ઝડપી બનાવી દીધી છે. ભારતીય વાયુસેનાએ સરહદ નજીકના એરબેઝ પર પહેલાથી જ પોતાના યુદ્ધ વિમાનો તૈનાત કરી દીધા છે.

સુખોઇ Su-30MKI અને એરફોર્સના મિગ-29 વિમાનની સાથે અપાચે હેલિકોપ્ટર પણ સરહદ પર ઉડતા નજર આવી રહ્યા છે. ભારતીય સેના ચીન સરહદ પર એર ઓપરેશન કરી રહી છે. આથી અનુમાન લગાવી શકાય છે કે ભારતે ચીનને કડક સંદેશ આપ્યો છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

ગલવાન ઘાટીમાં ચીનની બેફામ પ્રવૃત્તિઓ અને હિંસક અથડામણ બાદ ભારતે ફરી કમર કસી લીધી છે. ચીનના ઘમંડને જોતાં ભારતે સરહદ પર પોતાના વિમાન તૈનાત કરી દીધા હતા.

મિગ, સુખોઇ અને હર્ક્યુલસ વિમાન પહેલેથી જ સરહદ પર તૈનાત કરાયા હતા, પરંતુ હવે તે ઘણીવાર સરહદની નજીક ઉડતા જોવા મળે છે. સૂત્રો અુસાર ત્રણેય દળોને કોઈ પણ પરિસ્થિતિથી સામનો કરવા તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.

LAC પર તૈનાત એક સ્ક્વોડ્રન નેતાએ કહ્યું કે ભારતીય વાયુ સેના તમામ પાયા પર સંપૂર્ણ રીતે તૈયાર છે અને કોઈપણ પડકારનો સામનો કરી શકે છે. તેમણે કહ્યું, સૈનિકોનો ઉત્સાહ હંમેશા હાઇ રહે છે અને તેઓ આકાશની ઉંચાઈને સ્પર્શવા માટે તૈયાર હોય છે.

તમને જણાવી દઈએ કે, શુક્રવારે વડાપ્રધાન મોદી પણ સૈનિકોને મજબૂત સંદેશ આપવા અને ચીનને પ્રોત્સાહિત કરવા લેહ પહોંચ્યા હતા. તેમણે વિસ્તરણવાદી ચીન પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને ઈજાગ્રસ્ત સૈનિકો સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ભારતે ન તો કોઈની સામે ઝૂકવું કે નમવું નથી.

અપાચે હેલિકોપ્ટરની ખાસિયત

આ લડાકું હેલિકોપ્ટર અમેરિકન કંપની બોઇંગ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેનું કુલ વજન આશરે 6838 કિલો છે. તેઓ કલાકના મહત્તમ 279 કિ.મી.ની ઝડપે ઉડાન કરી શકે છે. તેમાં બે ટર્બોશાફ્ટ એન્જિન છે. તેમાં હવામાં હવાઈ મિસાઇલો, રોકેટ અને બંદૂકોની ક્ષમતા છે. તેની ઉંચાઈ લગભગ 15.24 ફુટ છે અને પાંખો 17.15 ફુટ સુધી લંબાઈ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments