વીર સપૂતોના યુનિફોર્મ હવે બનશે ગુજરાતમાં
આઝાદી બાદ પહેલીવાર સ્વદેશી યુનિફોર્મ તૈયાર કરવાનો જશ મળશે ગુજરાતનાં સુરતને
હવે સુરત માટે એક ગૌરવ વાત એ છે કે ભારતની જે મિલેટ્રી યુનિફોર્મમાં કાપડ વપરાતું હતું તે હવે સુરતમાંથી બનશે. અત્યાર સુધી આ કાપડ ભારત બહારથી મંગાવવામાં આવતું હતું. પરંતુ સુરતની એક કંપનીના સેમ્પલ પાસ થઈ જતા હવે દેશમાં અને તે પણ સુરતમાં કાપડ તૈયાર થશે.
આઝાદી બાદ પહેલીવાર સેનાના યુનિફોર્મનું કાપડ દેશમાં બનશે. પ્રધાનમંત્રી મોદી દ્વારા જે આત્મનિર્ભર ભારતનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. તે જ દીશામાં ભારત હવે આગળ પણ વધી રહ્યું છે. હવે આ અભિયાન અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય એટલે કે, દેશના તમામ જવાનો માટે દેશમાં જ યુનિફોર્મના કાપડનું ઉત્પાદન કરવું. જે અત્યાર સુધી વિદેશોમાંથી મંગાવવામાં આવતું હતું.
આઝાદી બાદ પહેલીવાર સેનાના યુનિફોર્મનું કાપડ દેશમાં બનશે. અત્યાર સુધી અલગ અલગ દેશોમાંથી કાપડ આવતું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત મંત્રને ભારતીય સેનાએ પણ અપનાવ્યો છે. દેશની પોલીસ ફોર્સ અને મિલિટ્રી માટે ડિફેંસ ફેબ્રિક અત્યાર સુધી ચીન, તાઇવાન અને કોરિયાથી મંગાવવામાં આવતા હતા, પરંતુ આઝાદી બાદ પહેલીવાર હવે આ કાપડ સુરતમાં તૈયાર થશે.
આ કાપડ તૈયાર કરવાની જવાબદારી લઈ રહેલા ઉદ્યોગકારોએ જણાવ્યું કે, સંરક્ષણ સેક્ટર માટે બનતું કાપડ હાઈટેનાસિટી યાર્નમાંથી તૈયાર થાય છે. હાઈટેનાસિટી કાપડ એટલું મજબૂત હોઈ છે કે તેને સરળતાથી હાથથી ફાડી પણ નહીં શકાય. સુરતને જે ઓર્ડર મળ્યો છે તે 2 માસમાં પુરો થશે. જોકે આ તો એક શરૂઆત છે. આગામી વર્ષોમાં આ દિશામાં વધુ ઉદ્યોગકારો પણ ઝંપલાવશે. એટલે કે, થોડા જ વર્ષોમાં ભારત ખુદ પોતાની જરૂરિયાતો સંતોષવા સક્ષણ હશે.
50 લાખ જવાન માટે 5 કરોડ મીટર ફેબ્રિક
સુરતની ટેક્સ્ટાઇલ મિલને સેના તરફથી 10 લાખ મીટર ડિફેંસ ફેબ્રિક તૈયાર કરવાનો પહેલો ઓર્ડર મળ્યો છે. ડિફેંસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગોનાઇઝેશનની ગાઇડલાઇન અનુસાર આ કાપડ તૈયાર થઈ રહ્યું છે. પોલીસ ફોર્સ, મિલિટ્રીના 50 લાખથી વધારે જવાનો માટે દર વર્ષે 5 કરોડ મીટર ફેબ્રિક વપરાય છે. જેમાં સુરતની જાણીતી લક્ષ્મીપતિ કંપની દ્વારા મોકલવામાં આવેલા સેમ્પલ પાસ થઈ ચૂક્યા છે. યુનિફોર્મના આ કાપડ બનાવમાં માટે ઓડર પણ આપી દેવામાં આવ્યો છે. ડિફન્સ ડિપાર્ટમેન્ટને કાપડનું સેમ્પલ મોકલતા અલગ અલગ જગ્યાએ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતું. બાદમાં કાપડને વધુ બનાવવા માટે ઑડર મળ્યો છે. લક્ષ્મીપતિ કંપનીને પહેલો ઓડર 10 લાખ મીટર કાપડ બનાવવા માટેનો મળી ગયો છે અને કાપડ બનવા માટે તૈયાર પણ થઈ ગયું છે દિવાળી પહેલા સેમ્પલ મોકલવામાં આવ્યું હતું. આ કાપડ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપર ઓર્ગેનાઇઝની ગાઈડલાઈન હેઠળ બનવવામાં આવી રહ્યું છે.