
31મી માર્ચે આઈપીએલ ઓપનીંગ સેરેમનીમાં ‘પુષ્પા’ ફિલ્મના ગીત ‘સામી સામી’થી દેશભરમાં ઓળખ ધરાવનાર ચુલબુલી અભિનેત્રી રશ્મિકા મંદાનાની સાથે તમન્ના ભાટીયા પરર્ફોમ કરી પ્રેક્ષકોને ઝુમતા કરશે.

આ સાથે ક્રિકેટરોને તરોતાજા કરી દેશે.તેમજ પોતાની એન્ટ્રીથી મેચની રોનક અને શાન પણ વઘારી રહી છે. આઈપીએલની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કીંગ વચ્ચેની મેચથી આઈપીએલ-2023 ના શુભારંભ સાથે ગ્લેમરની ચમક ઉમેરાશે.

રશ્મિકા અને તમન્નાની એન્ટ્રીના સમાચાર સાંભળતા જ આ પ્રથમ મેચની તમામ ટિકીટ વેચાઇ ગઇ છે. પ્રેક્ષકોથી ફૂલ એવા સ્ટેડીયમની ઓપનીંગ સેરેમનીમાં બોલીવુડ સેલીબ્રીટી રશ્મિકા મંદાનાની સાથે તમન્ના ભાટીયાના પરફોર્મન્સ નિહાળવાનો લ્હાવો ક્રિકેટ રસીકોને મળશે.