એક્ટર ઈરફાનખાનનું 29 એપ્રિલે મુંબઈની હોસ્પિટલમાં નિધન થઈ ગયુ છે. 53 વર્ષનાં ઈરફાન લાંબા સમયથી ન્યૂરોએન્ડોક્રાઈન કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. ઈરફાનની આમ અચાનક વિદાય બાદ હવે તેમની ફેમિલીમાં પત્ની સુતાપા સિકંદર સિવાય બે પુત્રો બાબિલ અને અયાન છે. જોકે, ઈરફાન પોતાની પત્ની અને બાળકો માટે કોરોડોની પ્રોપર્ટી મુકીનાં ગયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ, ઈરફાન ખાન પત્ની સુતાપા અને બે બાળકો માટે લગભગ 320 કરોડની પ્રોપર્ટી મુકીને ગયા છે. રિપોર્ટસ મુજબ ઈરફાન એક ફિલ્મ માટે લગભગ 15 કરોડ રૂપિયા ચાર્જ કરતાં હતા.
એટલું જ નહીં, ઈરફાન ફી સિવાય પ્રોફિટ શેર પણ લેતા હતા. એટલેકે ફિલ્મમેકરની સામે ફિલ્મની કમાણીને લઈને તેઓ પહેલાંથી વાત કરી લેતા હતા.
આ સાથે ઈરફાન ઘણી જાહેરાતો દ્વારા પણ મોટી કમાણી કરતાં હતા. મીડિયા રિપોર્ટ મુજબ, ઈરફાન એક જાહેરાત માટે લગભગ 5 કરોડ રૂપિયા લેતા હતા.
આ સાથે જ ઈરફાનનું મુંબઈમાં આલિશાન ઘર છે અને સાથે જ અહીંનાં પૉશ વિસ્તાર જુહૂમાં તેમની પાસે એક ફ્લેટ પણ છે. ઈરફાન ખાનનું નામ સૌથી વધારે ઈનકમ ટેક્સ આપનારા એક્ટર્સમાં સામેલ હતુ.
આ સિવાય ઈરફાને લગભગ 110 કરોડ રૂપિયાનું પર્સનલ રોકાણ પણ કરી રાખ્યું છે. ઈરફાન ટોયોટા સેલિકા, બીએમડબ્લ્યૂ, મસરાટી ક્વાટ્રોપોર્ટે અને ઓડી જેવી લક્ઝરી કારોનાં માલિક હતા. જેની કિંમત લગભગ 5 કરોડની આસપાસ છે.
જણાવી દઈએકે, ઈરફાનને 2018માં જાણ થઈ હતીકે, તેઓ ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યુમરથી પીડાઈ રહ્યા છે. આ બિમારીના ઈલાજ માટે ઈરફાન લંડન ગયા હતા, ત્યારબાદ તેઓ એપ્રિલ 2019માં સારવાર કરાવીને ભારત પાછા આવ્યા હતા.
ભારત પાછા આવ્યા બાદ ઈરફાને બોલીવુડમાં ફરી એન્ટ્રી મારી અને ‘અંગ્રેજી મીડિયમ’નું શૂટિંગ કર્યુ. તેમની આ ફિલ્મ 13 માર્ચે રિલીઝ થઈ હતી, જેમાં કરીના કપૂર અને રાધિકા મદાને પણ કામ કર્યુ છે. ઈરફાન ખાને બોલીવુડ સિવાય હોલીવુડ મુવીઝમાં પણ કામ કર્યુ છે. તેમણે ‘જુરાસિક વર્લ્ડ’ અને ‘લાઈફ ઓફ પાઈ’ જેવી ઈન્ટરનેશનલ ફિલ્મો કરી હતી.