આ પદ્ધતીને વધુમા વધુ લોકોને જાણ કરો અને જળ સંગહ કરો, તળ ઉંચા કરો, અને જળ બચાવો.
ચાલો તો ભારત ભરમાં જળ સંગ્રહનો ઉત્તમ નમુનો આપણે જોઈએ..
હાલમાં ચોમાસાની મૌસમ આવનાર હોય વ્યાપક વરસાદ પછી અનેક વિસ્તારોમાં ખેતરોમાં કે સોસાયટીમાં પાણી ભરાઇ જતા એ તમામ પાણી વ્યર્થ જાય છે. જો વરસાદના પાણીનું સંગ્રહ કે તળમાં ઉતારવામાં ન આવે તો ઉનાળામાં દુષ્કાળ જોવા મળે અને જો પાણીને જમીનમાં ઉતારશો તો તળ પણ ઉંચા આવી શકશે..
જો પાણીને જમીનમાં ઉતારવામાં આવે તો આજુબાજુના વૃક્ષોને પણ પાણી મળી રહે તેમજ દિવસે-દિવસે પાણી ઉંડા જવાની સંભાવનાઓ ઓછી થઇ જાય.
વરસાદના પાણીને તળમાં ઉતારવાની રીત…
અંદાજિત ૧૦૦ કે ૧૫૦ ફૂટ બોર કરો. હવે તેમાં પાઇપ ઉતારી વરસાદનું પાણી ઉતરો….
બીજી રીત છે તેમાં એક બેરલ લો તેને કાણા પાડી દો આ રીતે..
અંદાજિત ૪ કે ૫ ફૂટ બેરલ જેટલા સાઇઝનો ખાડો કરી તેમાં બેરલ દાટી દો…
ઉપરથી પાઇપ જોડો જેથી બધું પાણી બેરલ માં જાય..
મિત્રો સેર કરવાનું ભૂલતા નહિ જેથી અન્યને આ રીત કામ આવી જાય અને તમારું સેર કરેલું તેમને આશીર્વાદ રૂપ ફળે…
આભાર – આપણું ભાવનગર