જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાંથી કાળજું કંપાવી દે તેવી તસવીરો સામે આવી છે. અહીં સવારે આતંકવાદીઓએ CRPF ઉપર હુમલો કર્યો હતો.
આ દરફાયરિંગમાં એક વ્યક્તિ અને ત્રણ વર્ષનું બાળક ઝપટમાં આવી ગયાં હતાં.
હુમલામાં તે વ્યક્તિનું મોત થઈ ગયું. જે તસવીરો સામે આવી તેમાં ફાયરિંગની વચ્ચે બાળક તે વ્યક્તિના મૃતદેહ પર બેસી ગયું હતું.
એ પછી બંને બાજુએથી થઈ રહેલા ગોળીબાર વચ્ચે તે બાળક આમતેમ ફરતું પણ જોવા મળ્યું હતું. CRPFના જવાનોએ તરત જ તે બાળકને બચાવી લીધું હતું.
CRPFના જવાન તેને પોતાની ગાડીમાં સહીસલામત બેસાડ્યું હતું અને તેને છાનું રાખવા માટે બિસ્કિટ પણ આપ્યા હતા.#CRPF #JammuAndKashmir #Kashmir