ભોજનની અસલી કીમત તો ફક્રત એ જ વ્યક્તિ જાણી શકે, જેને ઘણા દિવસથી ભોજન કર્યું ન હોય. ભોજન દરેક વ્યક્તિ અને જીવિત વસ્તુ ની પહેલી અને મહત્વની જરૂરત છે. આજના જમાનામાં દરેક વ્યક્તિ 2 સમયની રોટી ખાવા માટે આખો દિવસ મહેનત કરે છે જેથી તેનો પરિવાર ક્યારેય ભૂખ્યા પેટ ના સુઈ શકે. ખાધા વગરનું જીવન આ ધરતી પર અસંભવ છે.
સાઈન્સની એક રીચર્સ મુજબ જે લોકો પેટ ભરીને ભોજન કરે છે, તેને સારી ઊંઘ આવે છે. તેનાથી વિપરીત જે લોકો ભૂખ્યા પેટે સુવે છે તેને પૂરી રાત ઊંઘ નથી આવતી અને એ સારી રીતે સુઈ શકતા પણ નથી.
ભોજન ને અન્ન ના દેવતા ના રૂપમાં ભારત દેશમાં પૂજવામાં આવે છે. માન્યતા છે કે જે અન્નની કદર નથી કરતું, અન્ન તેની કદર કરતું નથી. ભોજન આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે. શાસ્ત્રો અનુસાર જે ઘર માં ભોજન ની કદર કરવામાં આવે છે તે ઘરમાં ક્યારેય પણ ધન ની અછત નથી આવતી. આજે અમે તમને એવા સરળ ઉપાય જણાવીશું, જેને અપનાવીને ગરીબી ને હંમેશા માટે દુર કરી શકો છો.
ભોજન કરતા પહેલા કરવું આ કામ..
દરેક વ્યક્તિના જીવનમાં ભોજન એક ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. એવામાં જો કોઈ જીવન માં વૃદ્ધિ કરવા માંગતા હોય અને ઈશ્વરને પ્રસન્ન કરવા માંગતા હોય તો એક નાનકડું કામ યાદ રાખવું જોઈએ. આ કામને દરરોજ નિયમિત રીતે ભોજન નો પહેલો કોળીયો ગ્રહણ કરતા પહેલા કરવું.
એવું કરવાથી માં લક્ષ્મીની કૃપા પણ હંમેશા બની રહેશે. જયારે પણ ભોજન કરવા બેસો ત્યારે એક વાર ભગવાનનું નામ હાથ જોડીને જરૂર લેવું. તેનાથી તમારા ઘરમા સકારાત્મક શક્તિ આવશે અને પ્રેમ પૂર્વક ભોજન ગ્રહણ કરી શકશો.
ક્યારેય નહિ આવે ગરીબી..
ઈશ્વર આ સૃષ્ટિ ના કણ કણ માં વસે છે. એવામાં ભોજન કરતા સમયે જો ઈશ્વરનું નામ લઇએ અને તેનું ધ્યાન કરવામાં આવે તો આપણુ મન શાંત રહે છે અને ઈચ્છા શક્તિ બેગણી થઇ જાય છે. એનાથી શરીર ને એક નવી ઉર્જા મળી જાય છે જે ઘરમાં સંપન્નતા અને ખુશી લાવે છે. આ ઉપાય કરવાથી વ્યક્તિના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી.
થાળીમાં ન ધોવા હાથ..
શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે જે ઘરમાં ખાવાનો અનાદર કરવામાં આવતો હોય, એ ઘરમાં ક્યારેય પણ ખુશી આવતી નથી અને હંમેશા ધનની અછત રહે છે. એવામાં જમવાનું જમ્યા પછી ભૂલથી પણ થાળીમાં હાથ ના ધોવા. એવું કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ કરતા નથી.
એટલા માટે ભોજન કરતા પહેલા હાથ ને ધોવા અને ઇચ્વારને યાદ કરીને પછી જ ભોજન કરવું. જેથી આગળ જતા કોઈ પરેશાની નો સામનો ન કરવો પડે.