જનધન ખાતામાં ટ્રાન્જેક્શન પર લાગશે 100 રૂપિયા ચાર્જ?
થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર વહેતી થયેલી ખબરોએ અમુક લોકોને ચિંતામાં મુકી દીધા છે. વાત એવી છે કે, અમુક ખાનગી અને સાર્વજનિક બેંકોએ બચત ખાતામાં પૈસા ઉપાડવા અને જમા કરવા પર પોતાના ચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજૂ જનધન ખાતામાંથી પૈસા ઉપાડવા પર 100 રૂપિયા ચાર્જ લગાવવામાં આવશે અને ત્રીજૂ બેંક ઓફ બરોડાના બચત ખાતામાં પૈસા જમા કરાવવા અથવા ઉપાડવા પર પોતાનો ચાર્જ વધારી દીધો છે. આ ત્રણેય દાવાની સચ્ચાઈ જાણવા માટે PIB Fact Check ખોટા મેસેજ ગણાવ્યા છે.
આપને જણાવી દઈએ કે, પીઆઈબી ભારત સરકારની નીતિઓ, કાર્યક્રમની પહેલ અને ઉપલબ્ધીઓ વિશે સમાચાર પત્રો, તથા ઈલેક્ટ્રોનિક મીડિયાને માહિતી આપતી મુખ્ય એજન્સી છે.
एक मीडिया रिपोर्ट ने दावा किया है कि कुछ बड़े सार्वजनिक क्षेत्र के बैंकों ने बचत खातों में नकद जमा व नकद निकासी के लिए अपने चार्ज बढ़ाने का निर्णय किया हैI#PIBFactCheck:यह दावा गलत हैI उक्त बैंकों ने बचत खातों में नकद जमा व नकद निकासी के चार्ज बढ़ाने का कोई निर्णय नहीं लिया है I pic.twitter.com/trLDADaoiE
— PIB Fact Check (@PIBFactCheck) October 30, 2020
પીઆઈબીએ સલાહ આપી છે કે, કોરોનાકાળમાં જ નહીં પણ દેશમાં જ્યારે આવી સંકટની ઘડી આવે છે, ત્યારે આવા પ્રકારના મેસેજ વાયરલ થતાં હોય છે. ત્યારે આવા સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મેસેજની ખરાઈ કર્યા બાદ જ તેના પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા અથવા અમલ કરવાનું રાખો.
આપને જણાવી દઈએ કે, સરકાર સાથે જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે, ખોટી તે જાણવા માટે PIB Fact Checkની મદદ લઈ શકાય છે. કોઈ પણ વ્યક્તિ PIB Fact Checkને શંકાસ્પદ ખબરનો સ્ક્રિનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 અથવા pibfactcheck@gmail.com મેલ કરી શકે છે.